October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

  • સંઘપ્રદેશના પ્રશાસકશ્રીનાસલાહકાર વિકાસ આનંદ હવે શહેરી વિકાસ વિભાગના સચિવની પણ કામગીરી બજાવશે

  • સંઘપ્રદેશ પ્રશાસનમાં આઈ.એ.એસ. અધિકારીઓના વિભાગોમાં કરાયેલો આંશિક ફેરફાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: સંઘપ્રદેશ પ્રશાસને આજે આઈ.એ.એસ. અધિકારીઓના વિભાગમાં કરેલા આંશિક ફેરફારમાં પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદને શહેરી વિકાસ વિભાગના સચિવ તરીકેની વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.
સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને સસ્‍પેન્‍ડેડ આઈ.એ.એસ. અધિકારી શ્રી એ. ગોપી ક્રિષ્‍ણન્‌ના તમામ ચાર્જો સાથે સ્‍માર્ટ સીટી દીવના સી.એમ.ડી. તરીકેની પણ વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.
નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત પાસે સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ ઉપરાંત મેડિકલ અને પેરામેડિકલ એજ્‍યુકેશન, ફોરેસ્‍ટ એન્‍વાયરોમેન્‍ટ અને વાઈલ્‍ડ લાઈફ તથા ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજીના સચિવ ઉપરાંત પોલીસ કમ્‍પ્‍લેઈન્‍ટ ઓથોરિટીના ચેરપર્સન તરીકેની પણ વધારાની જવાબદારી સંભાળશે.
સંઘપ્રદેશના જાહેર બાંધકામના સચિવ શ્રી સૌરભ મિશ્રાને દાનહ સ્‍માર્ટ સીટીના સી.એમ.ડી. તરીકેની વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. જ્‍યારે લક્ષદ્વીપથી બદલી થઈ દમણ આવેલા શ્રી અસગર અલીને લેબરઅને એમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગના સચિવ સહ આયુક્‍ત ઉપરાંત પ્રવાસન વિભાગના વિશેષ સચિવની જવાબદારી પણ આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત પાસે આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સચિવ તરીકેની મળેલી જવાબદારીને તેઓ ખુબ જ અસરકારક રીતે બજાવશે એવી આશા પ્રબળ બની છે.

Related posts

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

vartmanpravah

ધરમપુરના આવધા ગામે સાકાર મોક્ષભૂમિનું ભૂમિ પૂજન કરવામાં આવ્‍યું

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી થઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા અને શહેર સંગઠનની બેઠકોનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

કપરાડાના નાનાપોંઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે-ગાજતે નીકળેલી તિરંગા યાત્રા

vartmanpravah

વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્‍સો તોડવાની કામગીરી મહદ્‌અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી

vartmanpravah

Leave a Comment