દમણના ‘‘આઉટલાઈન ડેવલપમેન્ટ પ્લાન અને જનરલ ડેવલપમેન્ટરૂલ્સ-2023”ને મળેલી મંજૂરીથી તા.28 જાન્યુઆરી, 2023ના રોજ જારી કરાયેલ નોટિફિકેશન પરત ખેંચી લેવાયું
સામાન્ય નાગરિકોથી લઈ નાના-મોટા વેપાર-ધંધાવાળા તથા મોટા ખાતેદારોને પણ રાહત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : દમણમાં છેલ્લા નવ મહિનાથી બંધ રહેલી કન્સ્ટ્રક્શન પરમિશન, એન.એ. પરમિશન, સેલ પરમિશન, એમાલગેમેશન પરમિશન, પાર્ટીશન ઓફ લેન્ડ અને સબ ડિવિઝન/લે-આઉટ ઓફ ધ લેન્ડની પરમિશનો આપવાનું આજથી શરૂ કરતા સામાન્ય નાગરિકથી માંડી મોટા ઉદ્યોગ-ધંધાવાળા ખાતેદારોમાં પણ રાહતની લાગણી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસને રિજિયોનલ ડેવલપમેન્ટ પ્લાન બનાવવા માટે જમીનને લગતી તમામ પરવાનગીઓ આપવા ઉપર રોક લગાવવામાં આવી હતી. પરંતુ હવે ‘‘આઉટલાઈન ડેવલપમેન્ટ પ્લાન અને જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ-2023”ને મળેલી મંજૂરીથી તા.28 જાન્યુઆરી, 2023ના રોજ જારી નોટિફિકેશનને પરત ખેંચી લેવાનો આદેશ જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ મિશ્રાએ કર્યો છે. હવે દમણમાં બાંધકામ ઉદ્યોગ અને જમીન વ્યવસાયમાં તેજી આવશે એવી આશા બળવત્તર બની છે.