October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ચૂંટણી પંચના રિપોર્ટ બાદ ઈનકમ ટેક્‍સ વિભાગનો દાનહમાં સપાટોઃ ભૂતિયા રાજકીય પક્ષને ફંડના મુદ્દે દેશના અલગ અલગ રાજ્‍યમાં દરોડા

દાદરા ગામે નવસર્જન ભારત પાર્ટીના પ્રદેશ પ્રમુખના ઘરે આઈ.ટી. વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08: સીબીઆઈ અને ઈડીની કાર્યવાહી વચ્‍ચે દેશભરમાં આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન સામે આવ્‍યું છે. આવકવેરા વિભાગે દેશના સાત રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશમાં પણ દરોડા પાડયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલિટિકલ ફંડિંગ મામલે આ એક્‍શન હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગની ટીમો દિલ્‍હીથી શરૂ કરીને અલગ અલગ રાજ્‍યમાં દરોડા પાડવામાં આવ્‍યા છે. જે સંદર્ભે દાદરા નગર હવેલીમાં પણ નવસર્જન ભારત પાર્ટીના પ્રદેશ પ્રમુખ મહેશ પાંચાલ રહેવાસી વાઘધરા રોડ, દાદરાના ઘરે ગાંધીનગરની ઈનકમ ટેક્‍સની ટીમ સર્વે માટે બેંક મેનેજર સાથે આવી હતી. આ બેંકમાંથી મહેશભાઈ પંચાલના ખાતામાં મળેલ માહિતી અનુસાર 1500કરોડ રૂપિયાનું ટ્રાન્‍ઝેક્‍શન થયેલ હોય જે ગુજરાતની કેટલીક પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલ હોવાનું બહાર આવ્‍યું છે. મહેશભાઈ પાંચાલ દ્વારા આ પાર્ટીનું દાદરા નગરહવેલીમાંથી જ રજીસ્‍ટ્રેશન કરાવેલ છે અને લોકસભા ચૂંટણીમાં પણ ઉમેદવારી નોંધાવી હતી. હાલમાં આઈ.ટી. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે, ખરી હકીકત આઈ.ટી. વિભાગના અધિકારીઓ દ્વારા જાહેર કરશે ત્‍યારે જ હકીકત ખબર પડશે.

Related posts

સાંસદ તરીકે એક બંધારણીય પદ ઉપર હોવાથી ઉમેશભાઈ પટેલે પોતાના વાણી-વિલાસમાં વિવેક અને સૌજન્‍ય રાખવા પડશે

vartmanpravah

દાનહના મૂકસેવાભાવી કાંતિભાઈ એમ. પટેલનું ટૂંકી માંદગી બાદ આકસ્‍મિક નિધન

vartmanpravah

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment