Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

સલવાવની ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની ક્‍વોલિટી એસ્‍યુરન્‍સ અને ફાર્માસ્‍યુટિક્‍સ બંને શાખાનું 100 ટકા પરિણામ

વિદ્યાર્થીઓ, સંચાલકો અને શિક્ષકોમાં ખુશીની લહેર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા માસ્‍ટર ઓફ ફાર્મસીનું પ્રથમ સેમેસ્‍ટરની માર્ચ-2022માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ તારીખ 23-05-2022 સોમવારના રોજ જી.ટી.યુ. દ્વારા જાહેર થયેલ હતું. જેમાં સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. માં ટોપર રહેવાની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે.જી.ટી.યુ. દ્વારા જાહેર થયેલા આ પરિણામમાં એમ. ફાર્મ કોલેજની ક્‍વોલિટી એસ્‍યુરન્‍સ અને ફાર્માસ્‍યુટિકસ એમ બન્ને શાખાનું 100 ટકા પરિણામ સાથે કોલેજના સાત વિદ્યાર્થીઓ બ્રાંચ વાઈઝ પરિણામમાં અને બે વિદ્યાર્થીઓ જી.ટી.યુ. ટોપ ટેનમાં આવતા કોલેજ અને સંસ્‍થાનું ગૌરવ વધ્‍યું છે. આ બ્રાંચ વાઈઝ પરિણામમાં ફાર્માસ્‍યુટિકસ શાખામાંથી સરવૈયા સંજયભાઈ ભરતભાઈ 9.23 સી.પી.આઈ. અને એસ.પી.આઈ સાથે સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં બ્રાંચ વાઈઝ પરિણામમાં દ્વિતીય ક્રમ અને જી.ટી.યુ. ટોપ ટેનમાં આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો, કોન્‍ટ્રાક્‍ટર ફોરમ જયેશભાઈ 9.23 સી.પી.આઈ. અને એસ.પી.આઈ સાથે બ્રાંચ વાઈઝ પરિણામમાં દ્વિતીય ક્રમ અને જી.ટી.યુ. ટોપ ટેનમાં નવમો ક્રમ પ્રાપ્ત કરી કોલેજ અને સંસ્‍થાનું નામ વધાર્યું છે, તદુપરાંત નાયક નીલ તોહલ 8.92 સી.પી.આઈ. અને એસ.પી.આઈ સાથે ત્રીજા ક્રમે અને કિકાણી ઉત્‍કર્ષ ભરતભાઈ 8.92 સી.પી.આઈ. અને એસ.પી.આઈ સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત ક્‍વોલિટી એસ્‍યુરન્‍સ શાખામાંથી બ્રાંચ વાઈઝ પરિણામમાં કચ્‍છી જાગૃતિબેન વસંતભાઈ 8.77 સી.પી.આઈ. અને એસ.પી.આઈ. સાથે સમગ્ર યુનિવર્સીટીમાં છઠ્ઠા ક્રમે, ચૌહાન માનસી નરેન્‍દ્રસિંહ 8.77 સી.પી.આઈ અને એસ.પી.આઈ. સાથે છઠ્ઠા ક્રમે અનેલાડ શિવમ પરેનભાઈ 8.77 સી.પી.આઈ અને એસ.પી.આઈ. સાથે છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કરી કોલેજ તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
આવી ઐતિહાસિક સિધ્‍ધિ બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલ જીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર અને એમ. ફાર્મ હેડ ડૉ. શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી. હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, તેમજ સ્‍ટાફે એમ. ફાર્મસીના વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી અને ભવિષ્‍યમાં પણ આવી ઉજવળ પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્‍યા હતા.

Related posts

પારડીમાં સતત વરસી રહેલા વરસાદને લઈ જૂની મામલતદાર પાસે ઝાડ ધરાશયી

vartmanpravah

દાનહ જિલ્લાની આંગણવાડીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દિવાળી પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

vartmanpravah

દમણમાં કોંગ્રેસની યોજાઈ વિશાળ જાહેર સભા

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

ચીખલી કોલેજમાં શતાબ્‍દી મહોત્‍સવ નિમિત્તે પ્રમુખ સ્‍વામી મહારાજના ચિત્રનું કોઠારી સ્‍વામીના હસ્‍તે અનાવરણ કરાયું

vartmanpravah

Leave a Comment