January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર રૂવાટા ઉભા થઈ જાય તેવા અકસ્‍માતમાં કાર ચાલક બાલ બાલ બચી ગયો

આયુષ હોસ્‍પિટલ સામે કારને ટ્રકે ટક્કર મારી ધસડી જતા બીજી ટ્રકને કાર ભટકાઈ હતી : ચાલુ કારે ચાલક કુદી પડયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: અકસ્‍માતો હંમેશા કમનસીબી જ સર્જાતા હોય છે પરંતુ ક્‍યારેક અપવાદમાં એવા પણ અકસ્‍માત સર્જાતા હોય છે જે ચમત્‍કારથી ઓછા નહી તેવું સાબિત કરતા હોય છે. કંઈક તેવી જ કશ્‍મકશ ભરેલો અકસ્‍માત મંગળવારે મોડી રાતે વાપી હાઈવે આયુષ હોસ્‍પિટલ સામે સર્જાયો હતો. બે ટ્રક વચ્‍ચે ફસડાયેલી કારનો ચાલક બાલ બાલ બચી ગયો હતો. જો કે કાર 100 ટકા લોસ થતા ખુડદો બોલાઈ ગયો હતો.
દિલધડક અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે રાતે 9 વાગ્‍યાના સુમારે આસોપાલવ વિસ્‍તાર છરવાડા રોડ સ્‍થિત શક્‍તિ બંગલોમાં રહેતો ભાવેશ કિશોરભાઈ ડાંગરે તેની કાર નં.15 સીઓ 4039 ઉપર નેશનલહાઈવે બલીઠા સર્વિસ રોડ ઉપરથી સવાર થઈને જઈ રહ્યા હતા ત્‍યારે પુરઝડપે આવી રહેલ ટ્રક નં.એચઆર 61 ડી 3154ને ટક્કર મારી કાર ધસડી જતા કાર આગળની ટ્રક સાથે ભટકાઈ જતા કારનો ખુરદો બોલી ગયો હતો પરંતુ ચાલુ કારમાંથી ભાવેશ જેમ તેમ કરી બહાર કુદી પડતા બાલ બાલ બચી ગયો હતો. પરિવારે વિનાયક હોસ્‍પિટલમાં ઘાયલ ભાવેશને સારવાર માટે ખસેડયો હતો. બરાબર આયુષ હોસ્‍પિટલ સામે સર્જાયેલ દિલધડક અકસ્‍માત બાદ જી.આઈ.ડી.સી. પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી અને અકસ્‍માત ગ્રસ્‍ત વાહનો સાઈડીંગ કરી ટ્રાફિક નિયમિત કર્યો હતો.

Related posts

‘‘શ્રી બદ્રીનાથ ધામમાં આછવણીના પ્રગટેશ્વર ધામ આયોજિત 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ સંપન્ન”

vartmanpravah

ગત સપ્તાહે દિલ્‍હીની મુલાકાતે આવેલા માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

વલસાડ પોલીસે 13 પોલીસ સ્‍ટેશનનો જપ્ત કરેલો રૂા.8.37 કરોડના જથ્‍થા ઉપર રોલર ફેરવ્‍યું

vartmanpravah

પારડીના ખેડુતો દ્વારા હાઈટેન્‍સન લાઈનનો વિરોધ

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈ કરનારની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

કપરાડાની ક્‍વોરીમાં ઉપરથી પથ્‍થર પડતા યુવકનું કરુણ મોત

vartmanpravah

Leave a Comment