Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: આજ રોજ તા.10-09-2022 ને શનિવારના રોજ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી આર. કે. સિંહના માર્ગદર્શન તેમજ પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય બામણીયાના નેતૃત્‍વ હેઠળ ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય બામણીયાએ પ્રસંગ ને અનુરૂપ પ્રસ્‍તાવના આપી. ત્‍યાર પછી શાળાના વરિષ્ઠ નેશનલ એવોર્ડ વિજેતા હિન્‍દી શિક્ષિકા આરાધના બહેન જી. સ્‍માર્ટ એ 10 મી સપ્‍ટેમ્‍બરના રોજ વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તેમજ તેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય શો છે? તેના વિશે અનેક ઉદાહરણો, પ્રસંગ કથા, વાર્તા દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. ત્‍યારબાદ ‘‘યે મત કહો ખુદા સે મેરી મુશ્‍કિલ બડી હૈ, યે મુશ્‍કિલ સે કહેદો મેરા ખુદા બડા હૈ” ગીત સંભળાવી સૌને મંત્ર મુગ્‍ધ કર્યા.
એ પછી અંત માં શાળાના પ્રભારી શ્રી, શિક્ષક ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થીગણ સૌએ સાથે મળીને ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની ઉજવણી નિમિત્તે શપથ ગ્રહણ કર્યા.
સંપૂર્ણ કાર્યક્રમનું મંચ સંચાલન નેશનલ એવોર્ડ વિજેતા આરાધના બહેન જી. સ્‍માર્ટ દ્વારાકરવામાં આવ્‍યું. શાળાના સૌ સ્‍ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો.

Related posts

વલસાડ જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી શરૂ કરાયેલા સંઘપ્રદેશના એનઆઈએફટી-દમણ કેમ્‍પસમાંથી 10 વિદ્યાર્થીનીઓએ પૂર્ણ કરી આઉટરીચ કોર્સની તાલીમ

vartmanpravah

શીતળા સાતમ વ્રત નિમિતે દાનહમાં મહિલાઓએ કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

દમણ ખાતે વિશ્વ માછીમારી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

vartmanpravah

બાળકોના સર્વાંગી વિકાસ માટે ધરમપુર લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ફનવે સન્‍ડે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment