(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: આજે ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે એટલે કે અનંત ચૌદશનાદિવસે દાદરા નગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા તથા વિવિધ વિસ્તારમાં સ્થાપિત ગણપતિની મૂર્તિઓનું ખુબ જ રંગેચંગે ઢોલ, નગારા, લેઝિમના તાલે નાચગાન સાથે દમણગંગા નદી કિનારે ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. સેલવાસના પીપરીયા વિસ્તારના પીપરીયાના રાજા શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંડળમાં મહારાષ્ટ્રથી વિસર્જન માટે ટીમ બોલાવવામાં આવી હતાી. સાથે સેલવાસના વિવિધ ગણેશ મંડળો દ્વારા વિસર્જન યાત્રામાં અલગ અલગ વેશભૂષા અને શાજ-શણગાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાનહ પોલીસ દ્વારા લોકોને કોઈપણ પ્રકારની તકલીફ-અગવડ નહીં પડે એના માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ અવસરે વિવિધ સંસ્થાઓ દ્વારા ગણેશ ભક્તો માટે રસ્તા પર ઠેર ઠેર ઠંડા પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે મેડીકલ ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ ખડે પગે હાજર રહી હતી. આજે અંદાજે 400 જેટલી ગણેશ મૂર્તિઓનુ વિસર્જન દમણગંગાનદી કિનારે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યું હતું.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/09/IMG-20220909-WA0023-960x540.jpg)