Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી એસ.ટી. ડેપોની મહિલા કન્‍ડક્‍ટરની પ્રમાણિકતા : ઘરેણાં ભરેલ થેલી મહિલાને પરત કરી

મહિલા કન્‍ડક્‍ટર દિપીકાબેન એચ. પટેલ બસમાંથી મળેલ થેલી ડેપોમાં જમા કરાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતી મહિલા બસ કન્‍ડક્‍ટરે પ્રમાણિકતાની મિશાલ ઉજાગર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ધરમપુર નાઈટ હોલ્‍ટ બાદ વાપી આવેલી બસમાં કન્‍ડક્‍ટરને એક થેલી મળી આવી હતી. આ થેલીમાં ચાંદીના ઘરેણા હોવા છતાં મહિલા કન્‍ડક્‍ટરે થેલી એસ.ટી. ડેપોમાં જમા કરાવી હતી. થેલી શોધતી આદિવાસી મહિલા કન્‍ટ્રોલમાં આવી હતી. જ્‍યાં તેની થેલી પરત કરાતા મહિલાના ચહેરા ઉપર સ્‍મિત ફેલાઈ ગયું હતું.
વાપી ડેપોમાંથી બસ નં.જીજે 18 ઝેડ 2886 બસમાં કન્‍ડક્‍ટર તરીકે દિપકાબેન એચ. પટેલ ફરજ ઉપર હતા. બસ ધરમપુર નાઈટ હોલ્‍ટ કરી આજે ગુરૂવારે વાપી ડેપોમાં પરત આવી હતી. કન્‍ડક્‍ટર દિપીકાબેનને બસમાંથી એક કપડાની થેલી મળેલી હતી. જે ઈમાનદારીપૂર્વક ડેપોમાં જમા કરાવી દીધેલ. બાદમાં પંચમહાલની જણાતી આદિવાસી મહિલા કન્‍ટ્રોલમાં ભુલેલી થેલી શોધવા આવી પહોંચેલી. તેથી વાપી ડેપોની કન્‍ડક્‍ટર દિપીકાબેનના હસ્‍તે ડેપો એ.ટી.આઈ. ધનસુખભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આદિવાસી મહિલાનીથેલી પરત કરાઈ હતી. થેલીમાં 15 હજાર ઉપરાંતની કિંમતના ચાંદીના સાંકળા હતા. થેલી પરત મળતા ગરીબ આદિવાસી મહિલાના મો ઉપર સ્‍મિત રેલાયુ હતું. વાપી ડેપોની મહિલા કન્‍ડક્‍ટર દિપીકાબેન (બેજ નં.6147)એ ઈમાનદારીની મિશાલ પુરી પાડી હતી.

Related posts

સેલવાસની યુવતી દ્વારા મૌલાના પર દુષ્‍કર્મના આરોપમા મૌલાનાના સેમ્‍પલો પણ ફોરેન્સિક ટેસ્‍ટ માટે મોકલાયા

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં પોલીસે શરૂ કરેલું તેજ સર્ચ ઓપરેશન

vartmanpravah

ચીખલીથી મોબાઈલ ચોર કરતી ટોળકીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી.

vartmanpravah

આજે વાપી નગરપાલિકાની સમાન્‍ય સભા : વિવિધ સમિતિઓની રચના કરાશે

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયોઃ સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

વડોદરા ડ્રગ પ્રકરણ બાદ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ : જિલ્લાની બંધ ફાર્મા કંપનીઓમાં શરૂ કરેલુ સર્ચ ઓપરેશન

vartmanpravah

Leave a Comment