Vartman Pravah
દમણ

પ્રશાસનના 4C કાર્યક્રમ અંતર્ગત દમણમાં પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીની કિટનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૬
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી કુપોષણ, ટીબી, રક્તપિત્ત, ઍનિમિયા જેવી બિમારીને દૂર કરી તેની સામે રક્ષણ મળી રહે ઍ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ ઉપર પ્રદેશના ઉદ્યોગોઍ કેટલાક ગામો અને વિવિધ વયજૂથના દર્દીઅોને દત્તક લઈ દર મહિને આવા પરિવારોને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. જે કડીમાં આજે દમણ ખાતે દેશની નંબરવન ગણાતી પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝે પ્રશાસનના ‘૪સી’ સીઍસઆર કાર્યક્રમ અંતર્ગત કંપનીના પ્રમુખ શ્રી રમેશ કુંદનાની દ્વારા પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રા માહિતી અનુસાર પોલીકેબ કંપનીના પ્રમુખ શ્રી રમેશ કુંદનાની દ્વારા ૪સી પ્રોજેક્ટ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ૩ ગામોમાં દર મહિને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. જેમાં દર મહિને આશરે ૧૫૮ બાળકોનો સમાવેશ થાય છે. દમણના દેવકા હેલ્પ સેન્ટર ખાતે ૨૬ કીટ, કડૈયા આરોગ્ય કેન્દ્રમાં ૩૦ કીટ, કુંડ ફળિયા આરોગ્ય કેન્દ્રમાં પૌષ્ટિક ખોરાકની ૨૧ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આવતીકાલે સવારે પણ ત્રણેય આરોગ્ય કેન્દ્રો પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરાશે. આમ કુલ ૧૫૮ કિટ પોલીકેબ કંપની દ્વારા વિતરિત કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય જેવા કે ટીબી, ઍનિમિયા, કુપોષણમાં કેટલાક લોકોને પોષક આહાર મળતો નથી જે માટે પોષક આહારનું કીટનું વિતરણ કરવામાં આવે છે. પોલિકેબ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આ પ્રમાણે દર મહિને જરૂરીયાતમંદોને પોષક આહાર કીટનું વિતરણ ચાલુ રખાશે.
આ કાર્યક્રમમાં પોલિકેબ કંપનીના પ્રમુખ શ્રી રમેશ કુંદનાની સાથે કંપનીના શ્રી તપસ પ્રમાણિક અને શ્રી કે.વી. રાજુ ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

આજે લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે: સવારે 10 વાગ્‍યે મોટી દમણ ફિશ માર્કેટ પાસે ઉપસ્‍થિત રહેવા કાર્યકરોને કરેલું આહ્‌વાન

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિસ અસરફની દિલ્‍હી બદલીનો આદેશ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ પણ જોડાયા: સોશિયલ મીડિયામાં શેર કર્યો ભાવુક સંદેશ

vartmanpravah

મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરતા બાજુમાં રહેતા લોકો માટે મોતનો કૂવો બનવાની સંભાવના

vartmanpravah

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah

પાલઘર રેલવે સ્‍ટેશન ઉપર મુંબઈ તરફ જતી માલગાડીના ડબ્‍બા ખડી પડતા વાપી રેલવે ફાટકે વાહન ચાલકો અટવાયા

vartmanpravah

Leave a Comment