Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

રાનકુવામાં પરિવાર કરિયાણાનો સામાન લેવા જતા તસ્‍કરો ધોળા દિવસે રૂા.1.94 લાખની મત્તા ચોરી પલાયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.11: બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ગંગાબેન છનાભાઈ પટેલ (ઉ.વ. 71) (રહે.રાનકુવા શિવદર્શન સોસાયટી, તા.ચીખલી) જે ગત તા.23/08/2022ના સવારના 11 વાગ્‍યાના સમયે તેમના જમાઈ સાથે દરવાજાને તાળુ મારી ચીખલી કરિયાણાનો સામાન લેવા માટે નીકળ્‍યા હતા. જે પરત બપોરે 2 વાગ્‍યાના સમયે આવતા ઘરનો આગળનો દરવાજા પર મારેલ તાળું તૂટેલી હાલતમાં હોય ઘરની અંદર પ્રવેશ કરી જોતા ઘરના પ્રથમ માળે બેડ રૂમમાં રાખેલ કબાટના લોક તોડી જેમાં મુકેલ સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, ચાંદીના સાંકળા, ચાંદીની મૂર્તિ, ચાંદીનું લુઝ, સોનાની વિંટી, ચાંદીની ચેઇન, ચાંદીના કડા, ચાંદીના સાંકળા, સોનાની જળ, ચાંદીનું લુઝ તેમજ રોકડ રૂપિયા 50,000/મળી કુલ્લે રૂા.1,94,000/- ની ચોરી કોઈ ચોર ઈસમ કરી ફરાર થઇ જતા પોલીસે અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો નોંધી બનાવની વધુ તપાસ પીએસઆઈ પી.વી.વસાવા કરી રહ્યા છે.

Related posts

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં સૌપ્રથમ વખત રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવનું આયોજન

vartmanpravah

દમણ જિ.પં.ના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત વાર્ષિક રમતોત્‍સવ સંપન્નઃ દમણ જિલ્લાના ત્રણેય સંકુલ પૈકી વરકુંડ સંકુલ ચેમ્‍પિયન

vartmanpravah

વલસાડ ગરબામાં યુવક ઉપર ચાકૂથી હુમલો થતાં ભાગદોડ મચી ગઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

મધ્‍યપ્રદેશથી દીવ આવેલા વૃદ્ધ પર્યટકનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

Leave a Comment