સુરતમાં મળેલ રાષ્ટ્રીય કાર્યકારણીની બે દિવસીય બેઠકમાં રાષ્ટ્રીય સંયોજક સુશીલ ઓઝાએ કરેલી જાહેરાત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વાપી રાજસ્થાન પ્રગતિ મંડળ સહિત અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા જાણીતા સમાજ સેવક બી.કે. દાયમાની વિપ્ર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાઈ છે.
વિપ્ર ફાઉન્ડેશનની રાષ્ટ્રીય કાર્યકારણી સુરત ખાતે બે દિવસ યોજાઈ હતી. જેમાં નવિન ટર્મ માટે રાષ્ટ્રીય કાર્યકારણીની રચના-હોદ્દેદારોની જાહેરાત વિપ્ર ફાઉન્ડેશનના સંયોજક સુશિલ ઓઝાએ કરી હતી. રાષ્ટ્રીય કાર્યકારીણીમાં રાજસ્થાન સમાજ વાપીના અગ્રણી તેમજ રાજસ્થાન પ્રગતિ મંડળ સહિત અનેક સામાજીક સંસ્થાઓમાં જોડાયેલા અને સમાજ સેવાના પ્રહરી એવા શ્રી બી.કે. દાયમાની વિપ્ર ફાઉન્ડેશન રાષ્ટ્રીય કાર્યકારણીમાં ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. બી.કે. દાયમા વર્તમાનમાં પ્રદેશ મહામંત્રી તરીકેની ફરજ બજાવે છે. તેમની સંગઠન પ્રતિનિષ્ઠિા તેમજ સંસ્થાના કાર્યક્રમોને સફળ બનાવવામાં સક્રિય કામગીરીની નોંધ તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂંક થઈ છે. વિપ્ર ફાઉન્ડેશન રાષ્ટ્રીય સંયોજક સુશિલ ઓઝાએ જણાવ્યું હતું કે,બી.કે. દાયમાની નિમણૂંક થકી ગુજરાતમાં સંગઠનની ગતિવિધિઓનો પ્રચાર અને ગતિ મળશે. પાઉન્ડેશનના દમણ-વલસાડ-વાપી સમાજના લોકો જ હર્ષની લાગણી સાથે અભિનંદન પાઠવ્યા હતા.


