October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી પારડી પો.સ્‍ટે.માં ફરજ પર જવા નિકળેલ કોન્‍સ્‍ટેબલની બાઈકને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

કોન્‍સ્‍ટેબલ મહેશ ગોપાળભાઈ ગીધેના કરુણ મોતથી પોલીસ બેડા અને પરિવારમાં શોક છવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ અબ્રામામાં રહેતા અને પારડી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા ઘરેથી સવારે પારડી ફરજ ઉપર જવા બાઈક ઉપર નિકળ્‍યા હતા. ત્‍યારે વલસાડ સુગર ફેક્‍ટરી પાસે કન્‍ટેનરે કોન્‍સ્‍ટેબલની બાઈકને ટક્કર મારતા ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં આશાસ્‍પદ કોન્‍સ્‍ટેબલનું ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું. બનાવને લઈ પરિવાર અને પોલીસ બેડામાં શોક છવાઈ ગયો હતો.
કરુણ અકસ્‍માતની વિગતો મુજબ વલસાડ અબ્રામા આર.એન. રેસિડેન્‍સીમાં રહેતા મહેશભાઈ ગોપાળભાઈ ગીધે પારડી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવો હતો. આજે બુધવારે સવારે રાબેતા મુજબ તેમની બાઈક નં.જીજે 15 ડીએન 1125 લઈ પારડી ફરજ ઉપર જવા નિકળ્‍યા હતા. વાપી તરફ જતા હાઈવે ઉપર વલસાડ સુગર ફેક્‍ટરી પાસેથી મહેશભાઈ પસાર થતા હતાત્‍યારે પાછળથી પુરઝડપે આવી રહેલ કન્‍ટેનર નં.જીજે 05 સીડબલ્‍યુના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં કોન્‍સ્‍ટેબલ મહેશભાઈનું ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું. અકસ્‍માત બાદ પોલીસ બેડાને જાણ થતા પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી. મૃતદેહને પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહેશભાઈના પરિવારમાં પોતે જ કમાવનાર હોવાથી ઘરનો આધાર અકાળે છીનવાઈ જતા પરિવાર ઉપર આફત તૂટી પડી હતી. પરિવારમાં બનાવથી ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

Related posts

પૈસાની ઉઘરાણીમાંસુરતના ફળ-શાકભાજીના વેપારીનું નવસારી પાસેથી અપહરણ : 6ની ધરપકડ

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની કચીગામ ગ્રા.પં.ની ગ્રામસભામાં સીધી વાત દમણના સરપંચો, જિલ્લા પંચાયત કે નગરપાલિકા પાસે કોઈ સત્તા જ નથી તો લોકોના કામ તેઓ કેવી રીતે કરી શકવાના?

vartmanpravah

ચીખલી તાલુકામાં ડીઝેના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે અગલે બરસ આના નાદ સાથે શ્રીજીને વિદાય અપાઈ

vartmanpravah

સુરખાઈ ખાતે ‘નલ સે જલ’ અભિયાનની સિધ્‍ધિની ઉદ્‌ઘોષણા કાર્યક્રમ મંત્રી નરેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણમાં નિર્માણાધિન સચિવાલય સહિતના વિકાસકામોનું બારિકાઈથી કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડીયુ ઉજવણીના આયોજન માટે ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનને તમામ મોરચાની બોલાવેલી બેઠક

vartmanpravah

Leave a Comment