Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

માછીમારો પોરબંદરથી માદરે વતન સેલવાસ, ઉમરગામ, મરોલી તરફ મચ્‍છીમારી સિઝન પૂર્ણ કરી આવી રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો લક્‍ઝરી બસમાં માદરે વતન આવી રહ્યા હતા ત્‍યારે બગવાડા ટોલનાકા ઉપર બસનો પાટો તૂટયો. બસ પલટી મારતા સહેજ સહેજમાં બચી ગઈ હતી તેથી તમામ માછીમારોનો આબાદ બચાવ થયો હતો.
ઉમરગામ, મરોલી વિસ્‍તારના માછીમારો માછીમારી કે બોટમાં નોકરી કરવા પોરબંદર બંદરે મોટી સંખ્‍યામાં સ્‍થાયી થઈ વ્‍યવસાય નોકરી કરતા હોય છે. ગતરોજ પોરબંદરથી લક્‍ઝરી બસમાં બેસી માછીમારો માદરે વતન સેલવાસ, ઉમરગામ, મરોલી આવી રહ્યા હતા ત્‍યારે આજે બુધવારે સવારે બગવાડા ટોલનાકા ઉપર લક્‍ઝરી બસનો પાટો તૂટી જતા બસ પલટી મારતા બચી ગઈ હતી. જો કે સદ્દનસીબે બસ ટોલ ટ્રેક ઉપર હોવાથી ગતિ મર્યાદામાં હોવાથી બસ પલટી નહોતી મારી પણ ખડી પડી હતી તેથી બસમાં બેઠેલા 60 ઉપરાંત મુસાફરોનો બાલબાલ બચાવ થયો હતો. હાઈવે ઉપર ચિત્ર વિચિત્ર પ્રકારના અકસ્‍માત થતા હોય છે. મુસાફરોને રઝળવાનો સમય આવ્‍યો હતો. પરંતુ વતનથી તદ્દન નજીક આવી ગયા હોવાથી હાશકારો અનુભવી રહ્યા હતા.

Related posts

વાપી નગરપાલિકા દ્વારા સિસ્‍ટમ અંગે સઘન ચેકિંગ: 41 જેટલા મિલકત ધારકોને નોટીસ અપાઈ

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ આદિમ જુથના આવાસો, સ્‍ટેટ હોસ્‍પિટલમાં બ્‍લડ બેંકના મુદ્દા ગાજ્‍યા

vartmanpravah

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

કપરાડામાં માજી તા.પં. સભ્‍યની યુવતીની લાજ બચાવવા વચ્‍ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરાઈ

vartmanpravah

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વાપી નગરપાલિકામાં પ્રાદેશિક કમિશ્નર ડો.ડી.ડી. કાપડિયાની ઉપસ્‍થિતિમાં પુરગ્રસ્‍ત વિસ્‍તારમાં કામગીરી કરનાર સફાઈ કામદારોનું કરાયું સન્‍માન

vartmanpravah

Leave a Comment