(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: સેલવાસમા વિવિધ વિસ્તારોમાંથી સાયકલ ચોરીની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે ઝંડાચોક વિસ્તારમાં આવેલ પંડયા ટાવરમાં મનહર સ્ટોરના માલિકે સાયકલ પાર્ક કરી હતી. બપોરે સાડા બાર વાગ્યાના સુમારે કોઈ અજાણ્યો યુવાન આવ્યો હતો અને જ્યાં સાયકલ મુકવામાં આવેલ ત્યાંથી સાયકલ ઉઠાવી ચાલવા લાગ્યો હતો. દુકાનના માલિકને શંકા જતા તેઓએ દુકાનની બહાર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા જોવા મળ્યું કે, એક યુવાન સાયકલ ઉંચકીને ઝંડાચોક સ્કૂલ તરફ લઈ જતો જોવા મળ્યોહતો. જે યુવાન સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પંડયા ટાવર પર શાળાના વિદ્યાર્થીઓ,દુકાનમા આવતા ગ્રાહકો અહી સાયકલ, સ્કૂટર પાર્ક કરે છે. અગાઉ પણ આ જગ્યા પરથી સાયકલ ચોરીની ફરિયાદો ઉઠતી રહી છે અને સેલવાસના અલગ અલગ વિસ્તારોમાં પણ આવી સાયકલ ચોરીની વારંવાર ફરિયાદો જોવા મળે છે.
