September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ઝંડાચોક પંડયા ટાવર નીચેથી સાયકલ ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: સેલવાસમા વિવિધ વિસ્‍તારોમાંથી સાયકલ ચોરીની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે ઝંડાચોક વિસ્‍તારમાં આવેલ પંડયા ટાવરમાં મનહર સ્‍ટોરના માલિકે સાયકલ પાર્ક કરી હતી. બપોરે સાડા બાર વાગ્‍યાના સુમારે કોઈ અજાણ્‍યો યુવાન આવ્‍યો હતો અને જ્‍યાં સાયકલ મુકવામાં આવેલ ત્‍યાંથી સાયકલ ઉઠાવી ચાલવા લાગ્‍યો હતો. દુકાનના માલિકને શંકા જતા તેઓએ દુકાનની બહાર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા જોવા મળ્‍યું કે, એક યુવાન સાયકલ ઉંચકીને ઝંડાચોક સ્‍કૂલ તરફ લઈ જતો જોવા મળ્‍યોહતો. જે યુવાન સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પંડયા ટાવર પર શાળાના વિદ્યાર્થીઓ,દુકાનમા આવતા ગ્રાહકો અહી સાયકલ, સ્‍કૂટર પાર્ક કરે છે. અગાઉ પણ આ જગ્‍યા પરથી સાયકલ ચોરીની ફરિયાદો ઉઠતી રહી છે અને સેલવાસના અલગ અલગ વિસ્‍તારોમાં પણ આવી સાયકલ ચોરીની વારંવાર ફરિયાદો જોવા મળે છે.

Related posts

વાપી કેબીએસ કોલેજના પ્રાધ્‍યાપક ભરત દીક્ષિત પીએચડી થયા

vartmanpravah

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah

તા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ

vartmanpravah

પાવરગ્રીડે 100 બેડવાળી ગર્લ્‍સ હોસ્‍ટેલ અને ટીચિંગ બ્‍લોકના બાંધકામ માટે એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં શ્રી ગણેશ નવયુવક મંડળ ભુધરવાડી આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ધકવાડા ઇલેવન ચેમ્‍પિયન જ્‍યારે કોસંબા ઇલેવન રનર્સઅપ 

vartmanpravah

નુમા ઈન્‍ડિયા અકાદમી, દમણના બે વિદ્યાર્થીઓની ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે થયેલી પસંદગીઃ ઉજ્જૈન જવા રવાના

vartmanpravah

Leave a Comment