October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં સૌપ્રથમ વખત રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવનું આયોજન

બીચ રમતોત્‍સમાં ભાગ લેવા ઈચ્‍છુક ખેલાડીઓની દમણ અને દીવ ખાતે તા.06 અને 07 નવેમ્‍બરે સવારે 6:30 કલાકે પસંદગી પ્રક્રિયા યોજાશેઃ વધુમાં વધુ સંખ્‍યામાં ભાગ લેવા ખેલાડીઓ(ભાઈ-બહેનો)નેઅપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન, જાન્‍યુઆરી-2024માં રાષ્‍ટ્રીય સ્‍તરના રમતોત્‍સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભારતમાં બીચ રમતનું પ્રથમ વખત આયોજન હશે. આ આયોજનનો ઉદ્દેશ્‍ય વિવિધ બીચ રમતોની પ્રવૃત્તિઓને પ્રોત્‍સાહન આપવાનો છે.
જેના ભાગરૂપે દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023 માટે કેટલીક રમતોની પસંદગી કરવામાં આવી છે. જેમાં બીચ બોક્‍સિંગ, બીચ સોકર, બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, સી- સ્‍વિમિંગ, પેનચક સિલાટ, મલ્લખંબ, દોરડાખેંચ વગેરે.
આ બાબતે સંઘપ્રદેશ પ્રશાસનના યુવા બાબતો અને રમત ગમત વિભાગના દ્વારા દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023માં ભાગ લેવા માટે અંડર-21 બોયઝ અને ગર્લ્‍સની જિલ્લા સ્‍તરે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરી રહ્યું છે.
જેમાં દમણ જિલ્લામાં તા.6ઠ્ઠી નવેમ્‍બર, 2023ના સવારે 6:30 વાગ્‍યે લાઈટ હાઉસ બીચ, મોટી દમણ ખાતે પસંદગી પ્રક્રિયા કાર્યક્રમ યોજાશે. દાદરા નગર હવેલી જિલ્લા માટે પણ મોટી દમણ ખાતેના લાઈટ હાઉસ બીચ ખાતે તા.7મી નવેમ્‍બરના સવારે 6:30 કલાકે પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. જ્‍યારે દીવ જિલ્લા જિલ્લા માટે 6ઠ્ઠી નવેમ્‍બર, 2023ના રોજ સવારે 6:30 કલાકે ઘોઘલા બીચ ખાતે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાનું આયોજનકરવામાં આવ્‍યું છે.
યુવા બાબતો અને રમત ગમત વિભાગ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના છોકરા-છોકરીઓને જણાવવામાં આવે છે કે, દમણ અને દીવ ખાતે આયોજીત થનારા રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવ, 2023માં ભાગ લેવા ઈચ્‍છુક વધુમાં વધુ સંખ્‍યામાં ખેલાડી(ભાઈ-બહેનો) પસંદગી પ્રક્રિયામાં ઉપસ્‍થિત રહે.
વધુ જાણકારી માટે 96731 06341 નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને ખાદ્ય વસ્‍તુઓ બનાવવાની ત્રિ-દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

દમણ વન વિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી: પરિયારી શાળાના 50બાળકોને એવિએરી (પક્ષીઘર)ની પણ કરાવેલી મુલાકાત

vartmanpravah

ઉદ્યોગોના કારણે જ વધેલી દમણની ઓળખ અને સમૃદ્ધિઃ મુકેશ ગોસાવી-દમણવાડા સરપંચ

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક્‍સ કંપનીમાંથી થયેલ ગેસ લીકેજનો મામલો જી.પી.સી.બી. વડી કચેરીમાં પહોંચ્‍યો

vartmanpravah

પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ

vartmanpravah

Leave a Comment