January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલ દ્વારા સિનિયર સીટીઝન પેઈન રિલીફ કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.11: નવસારીના સત્તાપીર ખાતે આવેલ ગેલક્ષી એપાર્ટમેન્‍ટ પર આવેલ ડૉ. પ્રિયંકા મુલતાનીના ક્‍લીનિક પર સિનીયર સીટીઝન પેઈન રિલીફ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નવસારીના સિનીયર સીટીઝનોએ લાભ લીધો હતો. ડૉ.પ્રિયંકા મુલતાની સારા ડોક્‍ટરની સાથે ઉમદા વ્‍યક્‍તિ પણ જેમણે દર્દીઓને તપાસી માર્ગદર્શન આપ્‍યું હતું. ડૉ.પ્રિયંકાનો ઉત્‍સાહ વધારવા માટે ડૉ. નિધી પટેલ બારીઆ પણ હાજર રહ્યા હતા. ડૉ. નિધી એ પણ દર્દીઓને ઉપયોગી માહિતી આપી માર્ગદર્શન આપ્‍યું હતું. ત્‍યાં હાજર અનશ મુલતાનીનો ઉમદા સ્‍વભાવ ઘણો મદદરૂપ બન્‍યો. વડીલ નાદિર ખાન સરે જેસીઆઈના કાર્યને વધાવ્‍યું હતું. જેસીઆઈ નવસારી આયોજિત કેમ્‍પના પ્રોજેક્‍ટ ચેરમેન હર્ષા ઘોઘારી, જેસીઆઈ નવસારીના પ્રેસિડેન્‍ટ કેવલભાઈ શાહ, સેક્રેટરી ભાગ્‍યશ્રી શાહ તેમજ જેસીઆઈ નવસારીના તમામ સભ્‍યોના પ્રત્‍યક્ષ અને અપ્રત્‍યક્ષ સાથ સહકારથી સિનિયર સીટીઝન કેમ્‍પ સફળ રહ્યો હતો.

Related posts

કોરોના કેસમાં ઓરિએન્‍ટલ વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટની ફટકાર : ઉમરગામના વિમાધારક રાજુ ભંડારીને વધારાની 62169 ની વીમા રાશી ચૂકવવા આદેશ

vartmanpravah

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

vartmanpravah

આજે સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશોત્‍સવઃ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોનું થનારૂં સન્‍માન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લામાં સી.એન.જી. પમ્‍પ હડતાળને લઈ હજારો રીક્ષા ચાલકો અટવાઈ પડયા

vartmanpravah

રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધામાં માલનપાડાની મોડેલ સ્‍કૂલ રોલ પ્‍લેમાં પ્રથમ ક્રમે વિજેતા

vartmanpravah

Leave a Comment