October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન એ.કે.સિંઘે પોતાની સંપૂર્ણ નિષ્‍ઠા સાથે બજાવેલી ફરજઃ પ્રશાસકશ્રીના સલાહકાર કાર્યાલયના સ્‍ટાફ દ્વારા આપવામાં આવ્‍યું ભવ્‍ય વિદાયમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘની ગૃહ મંત્રાલય દ્વારા દિલ્‍હી બદલીનો આદેશ થતાં આજે તેમને રિલીવ કરાયા છે અને તેમના સ્‍થાને નવનિયુક્‍ત સલાહકાર તરીકે શ્રી વિકાસ આનંદે પોતાનો અખત્‍યાર સંભાળી લીધો છે.
આજે પ્રશાસકશ્રીના સલાહકારના કાર્યાલયમાં વિદાય લઈ રહેલા શ્રી અનિલ કુમાર સિંઘને ભાવભીનુંવિદાયમાન સ્‍ટાફના સભ્‍યો દ્વારા આપવામાં આવ્‍યું હતું. જ્‍યારે નવનિયુક્‍ત પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદનું વેલકમ કરવામાં આવ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, 2019ના ઓગસ્‍ટમાં 1995 બેચના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર સિંઘની બદલી સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર તરીકે કરવામાં આવી હતી. લગભગ 3 વર્ષના કાર્યકાળ દરમિયાન શ્રી એ.કે.સિંઘે પોતાની નિષ્‍ઠાથી ફરજ બજાવી પ્રશાસનની વિવિધ યોજનાઓને કાર્યાન્‍વિત કરાવવા સફળ રહ્યા હતા.
આજે પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે શ્રી વિકાસ આનંદે પોતાનો અખત્‍યાર સંભાળી લીધો છે. તેમની છાપ તેજતર્રાર અને ગતિશીલ અધિકારી તરીકેની હોવાથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સાથે કદમથી કદમ મેળવી નવા દાદરા નગર હવેલી અને દમણ-દીવના નિર્માણમાં તેમની ભૂમિકા પણ મહત્‍વની રહેશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

દાનહ રમત ગમત વિભાગ દ્વારા ઓપન લેવલ સિંગલ અને ડબલ કેરમ સ્‍પધાઈ યોજાઈ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે જોગવાડ થી કાંકરીયા માર્ગ પર કારમાંથી દારૂ સાથે 3ની કરેલી ધરપકડ : રૂા.9.70 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

vartmanpravah

અંતે વલસાડ-ખેરગામ રોડની કામગીરી શરૂ: સરપંચોની લડત રંગ લાવી : વન વિભાગે આડોડાઈ છોડી

vartmanpravah

દાનહમાં ત્રયમ ફાઉન્‍ડેશન અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં ડૉક્‍ટર્સ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડીમાં બે સ્‍થળોથી જીવદયા ગ્રુપે બે અજગરનું સફળ રેસ્‍કયુ કર્યું

vartmanpravah

Leave a Comment