October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

ફરિયાદીને વન વિભાગે કહ્યું કે પાંજરુ તમે લાવો અમારી પાસે સાધનો નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડના તિઘરા ગામે છેલ્લા બે-ત્રણ દિવસથી ખુંખાર દિપડાનો આતંક છવાયેલો છે. રાત્રે ત્રાટકી બકરાઓનો શિકાર કરી રહ્યો છે તેની જાણ વન વિભાગને કરવા છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી તેથી સમગ્ર ગામમાં બયનો માહોલ છવાયેલો રહે છે.
વલસાડના તિઘરા ગામે ઉગમણા ફળીયામાં રહેતા અંકિતભાઈ આહિરના વાડામાં બે દિવસ પહેલા દિપડો ત્રાટક્‍યો હતો. બે બકરાનો શિકાર કરેલો તેથી અંકિતભાઈએ વન વિભાગને પાંજરુ મુકવાની ફરિયાદ કરી જાણ કરી હતી. ગતરોજ રાત્રે ફરી બે વાગ્‍યાના સુમારે દિપડો આવ્‍યો હતો. સમયસર પરિવાર જાગી જતા ભાગી છુટયો હતો પણ એક બકરાને ઘાયલ કર્યુ હતું તેથી આજે સોમવારે અંકિતભાઈએ વન વિભાગને જાણ કરી હતી. વિભાગે આવી દિપડાના પગલા વગેરેની તપાસ કરી પણ પાંજરાની વ્‍યવસ્‍થા કરી નહી અને અંકિતભાઈને જણાવ્‍યું હતું કે, અમારી પાસે પાંજરુ લાવવાના સાધનો નથી તમે પાંજરુ લઈ આવો. વન વિભાગના જવાબથી સમગ્ર ગામમાં રોષ ફેલાયેલો જોવા મળ્‍યો હતો.

Related posts

વલસાડ જિ.પં.ના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચીખલી, ખેરગામ, વાંસદા વિભાગના વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍ય માટે યોજાયેલી ચૂંટણીમાં ઘેજના તેજસ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

પિપરિયા પર હુમલો, પ્રદેશમુક્‍ત કર્યો તેને સ્‍વદેશી લોકો અને કેન્‍દ્ર સરકારના હાથમાં સોંપીને રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવ્‍યો અને પહેરેલ કપડે જ સિલવાસામાંથી બહાર નીકળ્‍યા

vartmanpravah

વાપી ન.પા. વિસ્‍તારનો તા.2જી જુલાઈના શનિવારે યોજાશે ‘‘સેવા સેતુ કાર્યક્રમ”

vartmanpravah

10 વર્ષની બાળા સાથે દુષ્‍કર્મ કરનાર મરવડ હોસ્‍પિટલના સિક્‍યુરીટી ગાર્ડને પોલીસે બિહારથી ઝડપી પાડયો

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં મગરવાડા ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ સ્‍થળની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment