April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીના નગરજનોને રોડોના ખાડાઓથી મળી રહેલ કામચલાઉ છૂટકારો : હાઈવે સર્વિસ રોડો ઉપર મરામત

જે કામ પી.ડબલ્‍યુ.ડી. અને હાઈવે ઓથોરીટીનું છે પણ જાહેર હિતમાં નોટિફાઈડે શરૂ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21
વાપી સહિત વલસાડ જિલ્લામાં વરસાદે જુના તમામ રેકર્ડ તોડીને ઓગસ્‍ટ મહિનામાં પુરી એક સદી ફટકારી દીધી છે. પરિણામે વાપી શહેરના તમામ મોટાભાગના રોડોએ જવાબ આપી દીધો હતો. એક-બે ફૂટના અંતરે ઠેર ઠેર ખાડા પડી ચૂક્‍યા હતા. જેને લઈ ગંભીર અકસ્‍માતોની ભેટ પણ વરસાદે આપી છે. પરંતુ વરસાદી ખાડા પુરવાની જવાબદારી જે તે એજન્‍સીઓ છે. ભૂતકાળમાં ક્‍યારે પણ ના જોવા મળી હોય તેવી અક્ષમ્‍ય બેદરકારી હાઈવે ઓથોરીટી અને પી.ડબલ્‍યુ.ડી.એ દાખવી છે. નાગરિકો અકસ્‍માતોના ભોગ બનતા રહે છે પરંતુ હજુ સુધી પ્રોપર રોડોના ખાડાઓ પુરવાની કામગીરી થતી જોવા મળતી નથી તેથી વાપી હાઈવે વિસ્‍તારમાં નોટીફાઈડ ઓથોરીટીએ હાઈવે ઉપરના ખાડા પુરવાની કવાયત હાથ ધરી છે.
જાહેર રોડોની મરામતની જવાબદારી પી.ડબલ્‍યુ.ડી. અને હાઈવે ઓથોરીટીની છે. આ વર્ષે બન્ને એજન્‍સીએ આંખેપાટા બાંધીને આમ જનતાને રોડોના ખાડાઓમાં પટકાવા ધકેલી દીધા છે. સૌથી વધારે હાઈવે ઓથોરીટીની બેદરકારી જોવા મળી રહી છે. જિલ્લામાં ખાડાઓ પર વાહનો પટકાતા સાત જેટલા નિર્દોષોએ જીવ ગુમાવી ચૂક્‍યા છે ત્‍યારે વાપી હાઈવે અને ઈન્‍ટરીયર રોડો ઉપરના ખાડા પુરવાની મરામતની કામગીરી અંતે નોટીફાઈડે શરૂ કરી દીધી છે. જેથી હાલ તો વાપી વાસીઓને કામચલાઉ રોડના ખાડાઓથી છૂટકારો મળશે પરંતુ કાયમી ઉકેલ તો હાઈવે ઓથો. અને પી.ડબલ્‍યુ.ડી. જ લાવી શકે. જેવુ એ રહ્યું કે, તેઓનું મુહૂર્ત ક્‍યારે નિકળે છે!!
—-

Related posts

વાપી બલીઠાના યુવકને ટાઉન પોલીસમાં બોગસ ફોન કરવો ભારે પડયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં દ્વિવાર્ષિક અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

શ્રી માછી મહાજન મહિલા મંડળ દમણ દ્વારા માછી સમાજની શિક્ષિકા બહેનોનું કરાયેલું સન્‍માન: દમણ માછી સમાજની મહિલા શક્‍તિનો જય જયકાર

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્‍તે ઉનાઈથી શરૂ થશે ગુજરાત ગૌરવ યાત્રા

vartmanpravah

પોર્ટુગીઝોનું ગોવા પરનું એટલે કે ભારત પરનું આક્રમણ અને શાસન એ જોર જુલમનો જીવતો ઇતિહાસ

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને હરદીપસિંહ પૂરી સમક્ષ દમણ-દીવમાં ફિશરીઝ સોસાયટી દ્વારા સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધ ગ્રાહકની શ્રેણીમાંથી બાકાત કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની રજૂઆત

vartmanpravah

Leave a Comment