Vartman Pravah
Breaking Newsવલસાડ

ખાતાકીય તપાસમાં કેસ પતાવટ માટે રૂા.10 હજારની લાંચ લેતા વલસાડ એસ.ટી.નિયામક એસીબીના છટકામાં ઝડપાયો

ખાતાકીય તપાસ એસ.ટી.નિયામક દિલીપકુમાર વી. ચૌધરી ચલાવી રહ્યા હતા : કર્મચારી પાસે પતાવટ અંગે 10 હજારની લાંચ માંગી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06
વલસાડ એસ.ટી. ડિવીઝન કન્‍ટ્રોલર વિભાગીય નિયામક અધિકારી આજે વિભાગીય ડી.સી.ચેમ્‍બરમાં એક કર્મચારી પાસે ખાતાકીય તપાસ અંગે પતાવટ કરવા માટે રૂા. 10 હજારની લાંચ લેતા રંગે હાથે એ.સી.બી.ના હાથે ઝડપાઈ જતા એસ.ટી.વર્તુળોમાં ચકચાર મચી જવા પામી હતી.
વલસાડ એસ.ટી. ડિવિઝનમાં ફરજ બજાવતા એક કર્મચાર ઉપર કેસ થયો હતો. જેની ખાતાકીય તપાસ વિભાગીય એસ.ટી. નિયામક દિલીપકુમાર વાઘજીભાઈ ચૌધરી ચલાવી રહ્યા હતા.આ કેસની પતાવટ માટે અધિકારીએ રૂા. 10 હજારની લાંચ કર્મચારી પાસે માંગી હતી. જે આપવા તે તૈયાર નહોતો તેથી જાગૃત કર્મચારીએ એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. અધિકારીએ ફરીયાદીના પાંચ હજાર અને સહ કર્મચારીના પ હજાર મળી કુલ 10 હજાર માંગ્‍યા હતા. તેથી એ.સી.બી.એ ફરિયાદ બાદ ડી.સી.ચેમ્‍બર એસ.ટી. વલસાડમાં કર્મચારી પાસે રૂા. 10 હજારની લાચ લેતા એ.સી.બી.એ છટકુગોઠવીને નિયામક દિલીપકુમાર ચૌધરીને રંગે હાથે ઝડપી લીધા હતા. નિયામક લાંચ લેતા ઝડપાઈ જતા એસ.ટી. વર્તુળોમાં ચકચાર મચી જવા પામી હતી.

Related posts

રોટરી ક્‍લબ દમણે જરૂરિયાતમંદ ફેરિયાઓને તડકા અને વરસાદ સામે રક્ષણ માટે આપેલો ‘રોટરીનો છાંયડો’

vartmanpravah

દાનહની લોકસભાની પેટા ચૂંટણી કોંગ્રેસ સંપૂર્ણ તાકાત સાથે લડશેઃ મહેશ શર્મા

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં કારમાં ઘાતક હથિયાર લઈને આવેલા પાંચ શખ્‍સોએ યુવાન ઉપર હુમલો કર્યો

vartmanpravah

સેલવાસ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાશે

vartmanpravah

Leave a Comment