વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: 13 સપ્ટેમ્બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે નવસારીમાં આદિવાસીઓની મોટી રેલી યોજાઈ હતી.
જળ, જમીન અને જંગલના માલિકોએ અધિકારો અંગે માંગણીઓ કરવાની હોતી નથી. ડો.બાબા સાહેબ આંબેડકરે 1932માં જ આ અધિકારો આપેલ છે. આદિવાસીઓના હિત અને ન્યાય માટે રોજ લડાઈ જ કરવાની. ઉપરોક્ત શબ્દો ધરમપુરમાં યોજાયેલ આદિવાસી અધિકાર દિવસની યોજાયેલ રેલીમાં ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલએ ઉચ્ચારી પ્રતિક્રિયા આપી હતી. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડયા હતા. આદિવાસી કોઈ પક્ષમાં માનતો નથી. અમારી સાથે જે પક્ષ રહેશે તેની સાથે આદિવાસી સમુદાય રહેશે તેવી વાત કલ્પેશ પટેલએ રેલીને સંબોધતા જણાવ્યું હતું અને આદિવાસી એકતાની અપીલ કરી હતી.
