October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશન નજીક બાઈક સવાર યુવાનો લેબર કોન્‍ટ્રાક્‍ટરની બેગ ખેંચી 10 લાખ લઈ ફરાર

બિજેન્‍દ્રસીગં તોમરની ગાડી અટકાવી એક્‍સિડન્‍ટની બોલાચાલી કરી 10 લાખને બેગ ખેંચી ગયા : 5 લાખ ગાડીમાં પડી ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી રેલવે સ્‍ટેશન નજીક આજે બાઈક પર આવેલા બે અજાણ્‍યા યુવાનો લેબર કોન્‍ટ્રાક્‍ટરનીગાડી અટકાવી એક્‍સિડન્‍ટ કર્યાનો મામલો ઉભો કરી ગાડીમાં રહેલી બેગ ખેંચી યુવાનો ફરાર થઈ ગયા. બેગમાં કુલ 15 લાખ હતા તે પૈકી ખેચાખેચીમાં 5 લાખ ગાડીમાં પડી જતા બચી ગયા હતા.
દમણ પોલીકેબ કંપનીના લેબર કોન્‍ટ્રાક્‍ટર બિરેન્‍દ્રસિંગ તોમર ચાર રસ્‍તા ગોવિંદા કોમ્‍પલેક્ષમાં આવેલ આંગડીયા પેઢીમાંથી 15 લાખ રૂપિયા સાથે ગાડીમાં નિકળ્‍યા હતા ત્‍યાર પછી વાપી રેલવે સ્‍ટેશન નજીક બાઈક ઉપર આવેલ બે અજાણ્‍યા બાઈક સવારોએ લેબર કોન્‍ટ્રાક્‍ટર સાથે ગાડી એક્‍સિડન્‍ટનો મામલો ઉભો કરી ઝઘડો શરૂ કર્યો હતો. ઝઘડામાં ગાડીમાં રહેલી રૂપિયા ભરેલી બેગ ખેંચી ભાગવા જતા હતા ત્‍યારે બેગમાં રહેલા 15 લાખ રૂપિયા પૈકી 5 લાખ ગાડીમાં પડી ગયા હતા. બાઈક સવારો 10 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

વલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્‍ટનું વિતરણ કરાયું

vartmanpravah

વાપી તાલુકામાં ત્રણ પી.એચ.સી. ખાતે ટેલી હેલ્‍થ સેન્‍ટરનું ઉદ્‌ઘાટનઃ છીરી, કરવડ અનેડુંગરા ખાતે ટેલી કન્‍સલ્‍ટન્‍ટસીની સેવાઓ ઉપલબ્‍ધ બનશે

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 14 વર્ષના સમયગાળા બાદ 14 કરોડથી વધુના ખર્ચે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનનું થયુ લોકાર્પણ

vartmanpravah

વલસાડમાં દમણિયા સોની મંડળની સામાન્‍ય સભા અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો

vartmanpravah

પારડીના સુખેશ રામપોરમાં છોડવાઓ ઉખેડવા બાબતે માર મારતો પાડોશી

vartmanpravah

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

Leave a Comment