October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ પાલિકા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ અંકુશ કામળી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે કરવામાં આવેલી જનહિત કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.19: ઉમરગામ પાલિકા વોર્ડ નંબર પાંચના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી અંકુશભાઈ કામળી અને એમની ટીમ દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે સફાઈ અભિયાન, ડસ્‍ટબીન વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિ કરવા સાથે અનાથ આશ્રમમાં બાળકોને ભોજન કરાવી અને કેક કાપી આનંદ ઉલ્લાસથી ઉજવ્‍યો હતો. શ્રી અંકુશભાઈ કામળી અને એમની યુવા ટીમે ઉમરગામ દરિયા કિનારે સફાઈ કામગીરી હાથ ધરી હતી અને 150 જેટલા ડસ્‍ટબીનનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. તેમજ દરિયા કિનારે ફેલાતી ગંદકીને અટકાવવા છૂટક વિક્રેતા અને સહેલાણીઓને કચરો ડસ્‍ટબિનમાં નાખવા સમજણ આપવામાં આવી હતી. ત્‍યારબાદ કપિલેશ્વર તળાવનીફરતે પણ સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવી હતી. સેવાકીય પ્રવૃતિમાં ઉમંગ સાથે જોડાયેલી શ્રી અંકુશભાઈ કામળીની યુવા ટીમ અનાથ આશ્રમમાં પહોંચી આશ્રય લઈ રહેલા અનાથ બાળકો સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસની કેક કાપી આનંદ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. ત્‍યારબાદ તમામ બાળકોને પ્રીતિ ભોજન કરાવવામાં આવ્‍યું હતું.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દમણ એરપોર્ટ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રોડ ઉપર કોથળામાં ભરેલ ગાય વાછરડીનું શબ મળી આવતા ચકચાર

vartmanpravah

વલસાડના પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પોલીસની દેવદૂતની ભૂમિકાઃ સેંકડો લોકોનું સ્‍થળાંતર કરાવ્‍યું

vartmanpravah

કપરાડા તાલુકામાં કૌટુંબિક પરણિત કાકાએ 19 વર્ષિય યુવતિ સાથે સતત એક વર્ષ દુષ્‍કર્મ આચર્યું : આરોપીની ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને સાયબર ક્રાઈમ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

Leave a Comment