December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઈચ્‍છાશક્‍તિથી સંઘપ્રદેશે અન્‍ય સુવિધાઓ અને વિકાસની સાથે આરોગ્‍ય ક્ષેત્રે પણ ભરેલી પોતાની એક ઊંચી ઉડાન

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટ્‍યૂટમાં આ વર્ષથી 7 વિષયોની કુલ 26 બેઠકો માટે શરૂ થનારો પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન કોર્ષ

પ્રારંભમાં જનરલ સર્જરી અને ઓબ્‍સ્‍ટ્રેટ્રિક, ગાયનેકોલોજી અને એનેસ્‍થેસિયોલોજીની 4-4 બેઠકો, નેત્ર ચિકિત્‍સા અને માઈક્રોબાયોલોજીની 3-3 મળી કુલ 18 બેઠકોની મળી હતી મંજૂરી અને હવે વધુ બે વિષયો કોમ્‍યુનિટિમેડિસિન અને પેથોલોજીની 4-4 બેઠકોની ફાળવણી સાથે આ વર્ષથી 7 વિષયોની કુલ 26 બેઠકો મેડિકલના પી.જી. કોર્ષ માટે ઉપલબ્‍ધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોના કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન અભ્‍યાસક્રમ માટે વધુ 8 સીટોની ફાળવણી થતાં હવે આ વર્ષથી 7 વિષયોમાં કુલ 26 બેઠકો માટે અનુસ્‍નાતક અભ્‍યાસક્રમ ઉપલબ્‍ધ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રારંભમાં પોસ્‍ટ ગ્રેજ્‍યુએશનના અભ્‍યાસક્રમ માટે પાંચ વિષયોની 18 બેઠકની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં જનરલ સર્જરીની 4 બેઠક, નેત્ર ચિકિત્‍સાની 3, માઈક્રો બાયોલોજીની 3, ઓબ્‍સ્‍ટ્રેટ્રિક્‍સ એન્‍ડ ગાયનેકોલોજી(પ્રસૂતિ અનેસ્ત્રીરોગ)ની 4 અને એનેસ્‍થેસિયોલોજીની 4 બેઠકોનો સમાવેશ થતો હતો. હવે આ કોલેજમાં કોમ્‍યુનિટી મેડિસિનની 4 અને પેથોલોજીની 4 બેઠકોની પણ ફાળવણી કરાતા હવે સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં આ વર્ષથી 7 વિષયોની કુલ 26 બેઠકો માટે અનુસ્‍નાતક અભ્‍યાસક્રમ(પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન કોર્ષ) ઉપલબ્‍ધ થઈ રહ્યો છે. જે સંઘપ્રદેશ જેવા ટચૂકડા કેન્‍દ્ર શાસિતપ્રદેશ માટે આરોગ્‍ય ક્ષેત્રે ખુબ મોટી ઐતિહાસિક પહેલ છે.
સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં મહત્ત્વના વિવિધ 7 વિષયોની કુલ 26 બેઠકોની ફાળવણી થવાથી સંઘપ્રદેશના મેડિકલ એજ્‍યુકેશનને જ લાભ નહીં થશે, પરંતુ જનતાને મળનારી આરોગ્‍ય સુવિધાઓમાં પણ ખુબ મોટી સુધારણાં થશે.
અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને માર્ગદર્શન અંતર્ગત પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વિકસિત ભારતના નિર્માણમાં ડગથી ડગ માંડી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પણ પાછળ નહીં રહી જાય તેની કરેલી ચિંતાના કારણે પ્રદેશે અન્‍ય સુવિધાઓ અને વિકાસની સાથે આરોગ્‍ય ક્ષેત્રે પણ પોતાની એક ઊંચી ઉડાન શરૂ કરી છે.

Related posts

વલસાડ શહેર અને તાલુકા ભાજપ દ્વારા સાંસદ ધવલ પટેલનું કરાયું સન્‍માન

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા પ્રથમવાર એવોર્ડ અપાશે, તા.08 માર્ચ સુધીમાં પુરાવા સાથે અરજી કરવી

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે સાદગીપૂર્ણ રીતે ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્‍યુટી સરપંચ સહિત તમામ વોર્ડ સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરાઈ

vartmanpravah

શ્રી બાસુકીનાથ મહાદેવ મંદિરમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મહાભિષેક અને પૂજા અર્ચના કરી

vartmanpravah

Leave a Comment