July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા પંચાયતના માજી સરપંચ હેમંત પટેલને વાપી કોર્ટે ચેક રિટર્ન કેસમાં સજા ફટકારી

હેમંત પટેલ અને ભાગીદારે વેદ ઈન્‍ફાસ્‍પેસ પેઢીનો ચેક આઝાદ ન્‍યુ આઝાદ રોલીંગ શટરને શટર ખરીદી પેટે અપાયેલ તે ચેક રિટર્ન થયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી છરવાડા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ અને તેમની ભાગીદારી ફર્મ ના ભાગીદારે બિલ્‍ડીંગ કન્‍સ્‍ટ્રકશન કામે ન્‍યુ આઝાદ રોલીંગ શટરમાં શટર ખરીદ્યા હતા તેના પેમેન્‍ટ પેટે અપાયેલ વેદ ઈન્‍ફ્રાસ્‍પેસ પેઢીનો ચેક રિટર્ન થતા વાપી કોર્ટમાં ફરિયાદ થઈ હતી. જેના ચુકાદામાં કોર્ટ ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી જેલની સજા ફટકારી હતી.
કેસની પ્રાપ્ત વિગતો મુજબ છરવાડાના ભૂતપૂર્વ સરપંચ હેમંત રમણભાઈ પટેલ અને ભાગીદાર મહેશ કેશવજી ભાનુશાલી વેદ ઈન્‍ફ્રાસ્‍પેસ કંપની ચલાવતા હતા. કંપનીના કન્‍સ્‍ટ્રકશન કામ હેતું તેઓએ વાપીના ન્‍યુ આઝાદ રોલીંગ શટર્સમાં શટરનો ઓર્ડર આપેલો, જેની કુલ રકમ 6,01,215 રૂા.નું બીલ આપ્‍યું હતું. જે પૈકી રૂા.4,23,585 લાખ ચુકવી દેવાયા હતા. બાકી રહેતા રૂા.1,77,630 લાખની રકમ માટે વેદ ઈન્‍ફોસીસના ભાગીદારોએ આઈ.સી.સી.આઈ. બેંકનો રૂા.61,534 નો ચેક આપેલો. આ ગત તા.31-10-2020 ના રોજ રિટર્ન થયો હતો. તેથી પેઢીને નોટિસ આપી હતી.જેનું પાલન નહી કરાતા નેગોશીએબલ એક્‍ટ કલમ 138-114 મુજબ ફરિયાદ કરાઈ હતી. આ કેસના ફરિયાદીના વકીલ આર.પી. સજ્‍યાનીની દલીલો ધ્‍યાને લઈ નામદાર ન્‍યાયાધીશ વસુધા ત્‍યાગીએ ગુનામાં તકસીરવાર હેમંત પટેલને એક વર્ષની સાદી કેદની સજાનો ચુકાદો તા.21-7-23ના રોજ આપ્‍યો હતો તેમજ ફરિયાદીને રૂા.1,23,068 ચેકની રકમની બમણા ચૂકવી આપવા તેમજ રકમ ના ચુકવાય તો વધુ 3 માસની સજાનો હૂકમ નામદાર વાપી કોર્ટે કર્યો છે. અન્‍ય આરોપી મહેશ કેશવજી ભાનુસાલીનું અવસાન થતાં તેમની સામેનું એબેટ પડતું રખાયું હતું.

Related posts

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખપદે રાકેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે રમેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેકટ નિરીક્ષણ અભિયાનનો આરંભ

vartmanpravah

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

vartmanpravah

દીવના ભારતીય જનતા પાર્ટીના યુવાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી સાથે માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીનીઉજવણી કરવામાં આવી

vartmanpravah

ચીખલીના ખૂંધમાં કલરની દુકાનમાં આગ લાગી

vartmanpravah

ચીખલી હાઈવેની બંને બાજુ પાણીના નિકાલ માટે બનાવેલ ગટરોએ ભ્રષ્‍ટાચારની પોલ ખોલી

vartmanpravah

Leave a Comment