October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

સેલવાસ ઝંડાચોક શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.20: આજે સેલવાસ ઝંડાચોક હિન્‍દી મીડીયમ શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની મુલાકાત લીધી હતી અને પોલીસ વિભાગની કાર્યપ્રણાલી અંગે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે સ્‍ટેશન હાઉસ ઓફિસર(એસ.એચ.ઓ.) શ્રી અનિલ ટી. કે. એ વિદ્યાર્થીઓને પોલીસની અલગ અલગ જવાબદારી અંગે જાણકારી આપી હતી. સાથે મહિલા હેલ્‍પ ડેસ્‍ક, ચાઈલ્‍ડ લાઈન 1098 અને 112, ટ્રાફિકના નિયમો એક રાજ્‍યના પોલીસ અન્‍ય રાજ્‍યમાં કેવી રીતે પોતાનું કામ કરે છે તથા ગુડ ટચ બેડ ટચ વગેરે બાબતો વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી.
આ દરમિયાન વિદ્યાર્થીઓએ રેકોર્ડ રૂમ અને લોકઅપની પણ મુલાકાત લીધી હતી અને ચોકીમાં વિવિધ હથિયારો નિહાળી અને તેને સ્‍પર્શ રોમાંચિત થયા હતા.

Related posts

વલસાડમાં ડુપ્‍લીકેટ તેલનો કારોબાર ઝડપાયો : શાકભાજી માર્કેટમાં ચાર દુકાનોમાંથી ડુપ્‍લીકેટ બ્રાન્‍ડેડ તેલના ડબ્‍બા મળ્‍યા

vartmanpravah

વલસાડમાં પ્રાચી ટાવરમાં ઈસમ વોચમેન સુતો રહ્યો અને બે કારની ટેપ સિસ્‍ટમ ચોરી કરી ફરાર

vartmanpravah

કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધને સમર્થન આપવા જતા પાંચ જેટલા કોંગ્રેસી કાર્યકરોને ડિટેઇન કરી ચીખલી પોલીસ મથકે લવાયા

vartmanpravah

સેલવાસ પ્રાથમિક હિન્‍દી કેન્‍દ્ર શાળામાં ‘વિશ્વ જળ દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

vartmanpravah

આંબાતલાટ ગામમાં કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ હેઠળ યુવાવસ્થા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment