(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.20: દાદરા નગર હવેલી પોલીસ દ્વારા ઓપરેશન નાર્કો અંતર્ગત એસ.ડી.પી.ઓ.ના દેખરેખ હેઠળ નશા તસ્કરો વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. ગત 19 સપ્ટેમ્બરના રોજ સામરવરણી સ્કૂલ ફળિયા વિસ્તારમાં મસાટ આઉટ પોસ્ટના કર્મચારીઓ સાથે એ.એસ.આઈ. શ્રી આર.ડી.રોહિત દ્વારા તપાસ દરમ્યાન જોવા મળ્યું હતું કે ચિકનની દુકાન પાછળ રામુભાઈ પટેલના ઘર પાસે કેટલાક યુવાનો ભેગા થયેલા હતા જેઓની ગતિવિધિ શંકાસ્પદ દેખાતા ચિકનની દુકાનની તપાસ કરી હતી જ્યાંથી 1.6 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની અંદાજીત કિંમત 16 હજાર રૂપિયા જે પ્રદીપ રામુભાઈ પટેલ ઉર્ફે લિડીયો અને સુરેશ રામકૃષ્ણ દત્તા ઉર્ફે બંગાળી પાસેથી મળી આવેલ પોલીસે એનડીપીએસ અધિનિયમ 1985 અને અંડર સેક્શન 8(સી), 20(બી) (2)બી મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઈ શ્રી નિલેશ કાટેકરને સોંપવામા આવી હતી.
આરોપી પ્રદીપ રામુભાઈ પટેલ ઉર્ફે લિડીયો (ઉ.વ.28) રહેવાસી સામરવરણી સ્કૂલ ફળીયા અને શ્રી સુરેશ રામકૃષ્ણ દત્તા ઉર્ફે બંગાલી (ઉ.વ.19) રહેવાસી મસાટ પાદરીપાડા મૂળરહેવાસી ઓડિસા જેઓની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા 23 સપ્ટેમ્બર સુધી પી.સી.આર. આપવામાં આવ્યા છે. આ ચેનને તોડવા માટે આ ગુનામાં સામેલ દરેક આરોપીઓને પકડવા માટે આગળની તપાસ ચાલી રહી છે.