(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલીના ખડોલી ગામે ઓઈલ બનાવતી કંપનીમાં પાછળના ભાગે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ચારથી વધુ બંબા દ્વારા બે કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર ખડોલી ગામે પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્ટ કંપનીના પાછળના ભાગે અચાનક અગમ્ય કારણસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કંપનીના સંચાલકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને ફોન કરતા ખાનવેલ, ભીલોસા, સનાતન કંપની અને સેલવાસ ફાયર વિભાગની ટીમ પહોંચી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યોહતો. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આ કંપનીમા અગાઉ પણ આગ લાગી હતી. જેમા કેટલોક જૂનો સ્ટોક બચેલ એમાં જ ફરી કોઈક કારણસર આગ પકડી લીધી હતી. ઓઈલના પીપના સ્ટોક હતા જેમાં આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.
