(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: સાતારકર મિત્ર મંડળ વાપી જિલ્લા વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી દ્વારા આયોજીત ચોથો વાર્ષિક દશેરા સ્નેહ મિલન સમારોહની તા.12-10-2024ને શનિવારે સાંજે પ.00 કલાકે ઉપાસના લાયન્સ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી અશોકભાઈ જૈન (ચેરમેન-સુવિધિ ઈન્ડસ્ટ્રીઝ) અને અતિથિ વિશેષ તરીકે મહેશભાઈ ભટ્ટ (સંયોજક ભાજપ આર્થિક સેલ, વલસાડ જિલ્લાના), સાતારકર મિત્ર મંડળના પ્રમુખ ઉદયસિંહ ઘોરપડે, ઉપાધ્યક્ષ શ્રી મારૂતિ મોરે, મુખ્ય સલાહકાર શ્રી કેપ્ટન ગણપત મોરેએ દિપ પ્રાગટય કરી રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યમહેમાન શ્રી અશોકભાઈ જૈન, મહેશભાઈ ભટ્ટ, પ્રમુખ ઉદયસિંહ ઘોરપડેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ત્યારબાદ શૈક્ષણિક અને વિવિધ ક્ષેત્ર સારો દેખાવ કરનાર સમાજના વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની ફળતામાં અમૂલ્ય સહયોગ આપનાર નિવૃત્ત સૈનિકોને શાલ અને સ્મૃતિ ચિન્હ આપી સન્માનિતકરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરંપરાગત રીતે મહારાષ્ટ્ર ગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું અને સૌએ સાથે પ્રીતિભોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી મારૂતિ મોરે, પ્રમુખ સલાહકાર કેપ્ટન શ્રી ગણપત રાવ મોરે અન્ય અગ્રણીઓ સિદ્ધનાથ પબ્લિક સ્કૂલના ચેરમેન શ્રી ભીરામવ રૂપનગર, મહારાષ્ટ્ર મંડળના પ્રમુખ શીલાબેન પાટીલ, સંતોષ બર્ગે, વિઠ્ઠલ ખરાત, અશોક તાટે, રમાકાંત કાળે, હર્ષદ પિસાલ, બીરૂ રૂપનર, ચંદ્રકાંત દેવગુડે, સલીમ પઠાણ, સચિવ કિરણ નિકમ, રમેશ મોડે, પ્રદિપ મેઢેકર, દત્તાત્રય શેગડે, પંકજ સાલુંકે, સંધ્યા દેવગુડે, સુનિલ શિકે, પ્રતિક સાલુંકે સહિત વાપી વિસ્તારના સાતારકર મિત્રો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.
========