Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સ્‍વચ્‍છતા સર્વેક્ષણ’ અભિયાન અંતર્ગત સેલવાસ ન.પા. દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કર્મચારીઓનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અભિયાનમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની એકમાત્ર નગરપાલિકા સેલવાસ પણ આ વર્ષે ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ-2022’માં ભાગ લઈ રહી છે. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનાદિશા-નિર્દેશ હેઠળ અને સેલવાસ ન.પા. પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અને ચીફ ઓફિસરના નેતૃત્‍વમાં પાલિકામાં સ્‍વચ્‍છતા ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્‍વચ્‍છતા કર્મચારીઓને પ્રમાણિત કરવામાં આવ્‍યા હતા અને ‘સ્‍વચ્‍છ વોર્ડ’ના પ્રમાણપત્રથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સાથે તેઓને બેડશીટ અને સાડી આપવામાં આવી હતી અને દરેક સ્‍વીપરને પર્શનલ પ્રોટેક્‍ટીવ ઈક્‍વીપમેન્‍ટ જેવા કે હેન્‍ડ ગ્‍લોવ્‍ઝ, હેલ્‍મેટ, જેકેટ તથા ગમબુટ આપવામાં આવ્‍યા હતા. આ અવસરે નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, સી.ઓ. શ્રી મનોજ પાંડે સહીત કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
સેલવાસ નગરપાલિકા દ્વારા દરેક દુકાનદારો અને નગરવાસીઓને અનુરોધ કરે છે કે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનું વેચાણ અથવા ઉપયોગ નહીં કરે, પાલિકાનો સહયોગ કરે અને શહેરને સ્‍વચ્‍છ અને સુંદર બનાવવામાં સાથ-સહકાર આપે. સેલવાસ પાલિકા વિસ્‍તારના દરેક નાગરિકોને સ્‍વચ્‍છ સુંદર અને પ્‍લાસ્‍ટિક મુક્‍ત સેલવાસ બનાવવા માટે પોતાનું શ્રેષ્‍ઠ યોગદાન આપવા અપીલ કરી હતી.

Related posts

વાપી નજીક કરવડ પાસે કેનાલમાં બાળકનું પગ-માથા વગરનું ધડ મળ્‍યુ

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલભાઈ પટેલલે સભા, રેલી, શક્‍તિ પ્રદર્શન, જુસ્‍સાના માહોલ સાથે ઉમેદવારી નોંધાવી

vartmanpravah

વાપીની રંગોલી અને વલસાડની સબ્જીવાલા રેસ્ટોરન્ટમાં ગેરરીતિ ઝડપાતા ખાદ્ય વિભાગે કરેલી કાર્યવાહી

vartmanpravah

દમણ જિલ્લા અદાલતમાં યોજાયેલી લોક અદાલતમાં 35 કેસોનું સમાધાન કરાયું

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

vartmanpravah

Leave a Comment