Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

રોટરી ક્‍લબ દમણે જરૂરિયાતમંદ ફેરિયાઓને તડકા અને વરસાદ સામે રક્ષણ માટે આપેલો ‘રોટરીનો છાંયડો’

રોટરી ક્‍લબ દમણે ફેરિયાઓને મોટા આકારની છત્રીઓનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : રોટરી ક્‍લબ ઓફ દમણ દ્વારા પ્રોજેક્‍ટ ‘રોટરીનો છાંયડો’ અંતર્ગત દમણ વિસ્‍તારના વિવિધ સ્‍થળો પર જરૂરિયાતમંદ ફેરિયાઓને તડકો અને વરસાદ સામે રક્ષણ કરતી મોટા આકારની છત્રીઓનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ છત્રી વિતરણનો મુખ્‍ય ઉદ્દેશ જગ્‍યા જગ્‍યાએ ઉભા રહી ફળ અને શાકભાજી વેચતા વિક્રેતાઓને તડકા અને વરસાદથી રાહત અપાવવાનો છે.
રોટરી ક્‍લબ દમણ દ્વારા લગભગ 50 થી 60 જેટલી છત્રીઓ વિતરિત કરવામાં આવી હતી. રોટરી ક્‍લબ દમણ ઈન્‍ટરનેશનલના સહયોગથી અને તેના માર્ગદર્શન હેઠળ દમણ અને તેની આસપાસના વિસ્‍તારોમાં અનેક પરોપકારી સેવાઓનું કાર્ય કરી રહ્યું છે.
આ વિતરણ વ્‍યવસ્‍થા રોટરી ક્‍લબ ઓફ દમણના અધ્‍યક્ષ શ્રી અપૂર્વ પાઠકના માર્ગદર્શનમાં સેવાધ્‍યક્ષ શ્રી મનિષ કાપડિયા, સચિવ શ્રી નીતિન ભૂલા, પ્રોજેક્‍ટ ચેર શ્રી રાજેશ ઉપાધ્‍યાય અને શ્રી ખુરશીદ માંજરા તથા અન્‍ય રોટેરિયન સભ્‍યો દ્વારા પૂર્ણ કરવામાં આવીહતી.

Related posts

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ વલસાડના ગેમઝોનમાં પાલિકા દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

વાપી ભડકમોરાથી દેશી તમંચા સાથે એસ.ઓ.જી.એ એકને ઝડપી પાડયો

vartmanpravah

પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાક પદ્ધતિ ખેડૂતો માટે બની ફળદાયી: ધરમપુર તિસ્‍કરી તલાટના ખેડૂતે ડ્રેગન ફ્રુટની સાથે મરચાં અને ગલગોટાની ખેતી કરી મેળવ્‍યું વધુ ઉત્‍પાદન

vartmanpravah

વલસાડ જિલ્લાસ વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્ય.ક્ષસ્થા ને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

કોટલાવમાં ઓવરટેકની લ્‍હાયમાં કાર અને ટેમ્‍પો સામસામે અથડાયાઃ તમામનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah

Leave a Comment