(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીમાં કેટલાક દિવસો પછી ફરી વખત કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રએ નોંધલીધી છે. આજે જિલ્લામાં 01 કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે અને હાલમાં 02 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 6364 કેસ રિક્વર થઈ ચુક્યા છે. જ્યારે ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 108 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 01 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ એન્ટિજનનો એક પણ નમૂનો લેવામાં આવેલ નથી. જિલ્લામાં 01 કન્ટાઈન્મેન્ટ ઝોન નક્કી કરાયો છે.