July 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશસેલવાસ

ખાનવેલ પોલીસે ચોરીના 6 આરોપી અને એક રીસીવરની કરવામાં આવી ધરપકડ

રૂા.1લાખ 97હજાર ચોરીના મુદ્દામાલ સહિત મહિન્‍દ્રા બોલેરો પીકઅપ(રૂા.3 લાખ) કરાયેલ જપ્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.20 : દાદરા નગર હવેલીના ખાનવેલ પોલીસ મથકમાં સ્‍પ્રિંગ સીટી નિવાસી રવિન્‍દ્ર દેવેન્‍દ્ર શર્માની ફરિયાદના આધારે આઈપીસી 457, 380 મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો હતો. ગત તા. 24 અને 25 સપ્‍ટેમ્‍બરની મધ્‍યરાત્રીમાં ખડોલી ઈન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટેટ સ્‍થિત પોલી વર્લ્‍ડ કંપનીમાં અજાણ્‍યા ઈસમોએ ચોરી કરી હતી. જેમાં પલ્‍વરાઈઝર મશીનની 8 ડિસ્‍ક, 5 જીઆઈ પાઈપ, એચપીના 3 પાણીના પમ્‍પ, 1 ઈલેક્‍ટ્રીક ડીજીટલ વેટ મશીન, 3 એલઈડી ફલડ લાઈટ, 1પીવીસી પાઈપનો એક રોલ, ટ્‍યુપિંગ મશીન રોલર, 10 એમએમ, 16 એમએમ 35 એમએમ 70 એમએમ આકારના સિંગલ કોર કોપર કેબલ કુલ 165 મીટર ચોરી થયેલ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેની કુલ કિંમત રૂા. 2,43,700 જણાવવામાં આવી હતી. આ ઘટનાની તપાસ ખાનવેલ પી.એસ.આઈ. જીગ્નેશ પટેલ અને એમની ટીમે હાથ ધરી હતી. તપાસ દરમ્‍યાન રીસીવર આરોપી શ્રી દિનેશ રામતપસ્‍યા ગુપ્તા (ઉ.વ.32) રહેવાસી સામરવરણી જેને 30 સપ્‍ટેમ્‍બરના રોજ ધરપકડ કરવામાં આવેલ જેની પૂછપરછમાં તેણે ગુનો કબુલ્‍યો હતો અને એની પાસેથી 1,97,000રૂપિયાની ચોરીની સામગ્રી સાથે એક મહિન્‍દ્રા બોલેરો પીકઅપ નંબર ડીએન-09 પી-9159 જપ્ત કરવામાં આવી હતી. જેની અંદાજીત કિમત ત્રણ લાખ રૂપિયા છે. ત્‍યારબાદ પોલીસની ટીમે મુખ્‍ય આરોપી ગુનામાં સામેલ એક આરોપી જયેશ સોબન ગડગ (ઉ.વ.29) રહેવાસી પીપરોની જેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પાંચ આરોપી રંજીત બબજી પવાર (ઉ.વ.25), પ્રમુખ બબલુ ગડગ (ઉ.વ.25), ઉસ્‍માન કમલેશ (ગડગ ઉ.વ.25), જન્‍યા દેવજી ગડગ (ઉ.વ.35) અને સુરેશ બબલુ ગડગ (ઉ.વ.42) દરેક આરોપી પીપરોની કપરાડા તાલુકાના છે. જેઓને પોલીસ કસ્‍ટડીમાં મોકલવામાં આવ્‍યા છે. વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.

Related posts

ડૂબી જતાં મહિલાનુ મોતઃ અરનાલા ગામની કોલક નદીમાં કપડાં ધોવા ગયેલી મહિલા ડૂબી જવાથી મોત

vartmanpravah

ભાજપના સ્‍થાપના દિન નિમિત્તે વિશેષ

vartmanpravah

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું

vartmanpravah

દીવની ટ્રેડ યુનિયન એન્‍યુઅલ જનરલ મિટીંગ યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલ ગામની એક યુવતી સહિત ચાર જેટલા યુવાનોની દેશના સૈન્‍યમાં પસંદગી થતા ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઈ

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

Leave a Comment