(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.29: પારડી તાલુકાના પલસાણા નાયકવાડ ખાતે બ્રિજેશભાઈ ભરતભાઈ ઉપાધ્યાયના બંગલામાં ફર્નિચરનું કામ કરતા મૂળ રાજસ્થાનના અને મુંબઈ ખાતે રહેતા અશોકકુમાર હજારીલાલ સુથારની તારીખ 5.5.2024 ના રોજ મજૂરોને આપવાના 84 હજાર રૂપિયા રોકડા અને આધારકાર્ડ, લાઈટ બિલ, મુંબઈનો રેલવે પાસ વિગેરે ડોકયુમેન્ટ સાથેની બેગ લઈ પલસાણા ખાતેથી ચોરાઈ હતી.
મુંબઈમાં પણ તેઓનું કામકાજ ચાલી રહ્યું હોય તેઓ મુંબઈ જતા રહેતા તારીખ 27.5.2024 ના રોજ 22 દિવસ પછી તેઓએ પારડી પોલીસ સ્ટેશન ખાતે આવી 84000 રૂપિયા રોકડા તથા ડોકયુમેન્ટ રાખેલ બેગની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આજરોજ સુરત એસ.ઓ.જી. વલસાડ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમ્યાન પારડી ચંદ્રપુર પાસેથી પસાર થઈ રહેલા બે ઈસમો શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ દરમિયાન 1. તોફિક રફીક શેખ રહે.બીલાલ મસ્જિદ સ્ટ્રીટ, શાપુર નગર, કોસંબા રોડ, વલસાડ 2. હેમંત ઉર્ફે હેમુ મંગુભાઈ પટેલ સહયોગ નગર પાછળ ધોબી તળાવ વલસાડના હોવાનું જણાવતા તપાસ દરમિયાન તેમની પાસેથી ત્રણ મોબાઈલ, 34000 રૂપિયા રોકડા અને ઉપયોગમાં લીધેલ સુઝુકી કંપનીની ગ્યશ્વળિર્ંીઁ મોટર સાયકલ મળી કુલ 65000 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આપલસાણાના બંગલામાં પૈસા ભરેલ બેગની ચોરી એમણે બારીની સ્લાઈડિંગ ખોલી કરી હોવાનું કબૂલ્યું હતું.
આમ ફરિયાદ નોંધાવ્યાના ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલાઈ જતા એસ.ઓ.જી.ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
