October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જીઈબીના ઈલેક્‍ટ્રીક 100 જેટલા મીટરો સાથે મોતીવાડાથી એક ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: પારડી પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ચંદુભાઈ અને પોલીસ કોન્‍સ્‍ટેબલ ભરતસિંહ પેટ્રોલીંગમાં ફરતા હતા. આ દરમિયાન એક રિક્ષા નં.જીજે-15-એયુ- 8868માં કોથળા જીઈબીના ઈલેક્‍ટ્રીક મીટરો ભરી જઈ રહ્યો હોવાની માહિતી મળતા મોતીવાડા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી રીક્ષા આવતા અટકાવી જોતાં રિક્ષામાં કંતાનના કોથળા જીઈબીના ઈલેક્‍ટ્રીક અલગઅલગ વોલ્‍ટેજના મીટરો મળી આવ્‍યા હતા. જેથી રીક્ષા ચાલક કમલેશ શુક્કરભાઈ ગારીયા ઉ.વ. 40 રહે.ઓરવાડ ડુંગર ફળિયાની પોલીસે આ જીઈબીના મીટરો કયાંથી લાવ્‍યો અને કયાં લઈ જવાનો તેમજ બિલ જેવા આધાર પુરાવા માંગી આ વિશે પૂછપરછ કરતાં તેણે ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબો આપતા આ ઈલેક્‍ટ્રીક મીટરો ચોરી અથવા છળકપટથી મેળવ્‍યા હોવાનું જણાતા રૂા.50000 ની રિક્ષા અને 100 નંગ અલગ અલગ વોલ્‍ટેજના ઈલેક્‍ટ્રીક મીટરો જેની કિંમત રૂા.12000 મળી કુલ રૂા.62000 નો મુદ્દામાલ પારડી પોલીસે 41(1) ડી મુજબ તેમજ સીઆરપીસી 102 મુજબ કબજે લઈ અને ચાલકની ધરપકડ કરી છે. આ મીટરોમાં લાગેલી કોઈલ અને એલ્‍યુમિનિયમના પાર્ટની ભંગારના ભાવમાં સારી કિંમત મળતી હોય જેથી ચોરી અથવા છળ કપટથી મેળવ્‍યા હોવાનું હાલ લાગી રહ્યું છે. બાકી સત્‍ય હકીકત પોલીસની વધુ તપાસમાં જ બહાર આવશે.

Related posts

દાનહઃ આમલી 66કેવી રોડ પર ટેમ્‍પો સાથે ટકરાયેલી કારના ચાલકને ઈજા

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાયેલા સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પમાં વેપારીઓ-સેવાકીય સંસ્‍થાઓના 10567 વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ એન્‍ડ રિસર્ચમાં માનવાધિકાર દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી-આલીપોર વચ્‍ચે નેશનલ હાઈવેના સર્વિસ રોડની સપાટી ઠેર ઠેર બેસી જતા અકસ્‍માતને નોતરતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્‍ય

vartmanpravah

વાપીમાં એક જ રાતમાં પાંચ દુકાનોના શટર તૂટયા : તસ્‍કરોનો હાથ ફેરો ફોગટ ગયો

vartmanpravah

રક્‍તબીજ અસુરને મારવા મહાકાળીનો અવતાર થયો છે!! : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

Leave a Comment