August 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડમાં એક જ સ્‍થળે છેલ્લા ત્રણ દિવસથી લાગતી ભેદી આગ : લોકો ભયભીત

ધોબી તળાવ નજીક કચરાના ઢગોમાં રોજ આગ લાગી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વલસાડમાં ધોબી તળાવ વિસ્‍તારમાં છેલ્લા ત્રણ દિવસથી ભેદી આગ લાગી રહી છે. કચરાના ઢગલાઓમાં કોણ રોજે રોજ આગ લગાડી જાય તેનો જવાબ મળ્‍યો નથી પરંતુ સતત આગ લાગવાની ઘટનાને લઈ આજુબાજુમાં ભયનો ઓથાર પથરાયેલો જોવા મળે છે.
વલસાડ ધોબી તળાવ પાસે એક જગ્‍યાએ મોટા મોટા કચરાના ઢગ ખડકાયેલા છે. સ્‍થાનિકોજણાવી રહ્યા છે કે, પાલિકા અહીંથી માત્ર 20 ટકા જેટલો જ કચરો ઉપાડે છે. પરિણામે ઢગલા બેવડાતા જાય છે. છેલ્લા ત્રણ દિવસથી આ ઢગલાઓમાં આગ લાગે છે. ફાયર વિભાગ દોડાદોડી કરી આગ તો બુઝાવે છે પરંતુ ઢગલાઓ વચ્‍ચે આવેલી વીજ ડીપીઓ ક્‍યારેક મોટી હોનારત સર્જી શકે એમ છે તેવી સ્‍થાનિકોમાં દહેશત પ્રવર્તિ રહી છે.

Related posts

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવ કોલેજ દીવના સ્‍વયંસેવકો દ્વારા ‘આઝાદી કા અમળત મહોત્‍સવ’ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે હળવા આસનો તેમજ સૂર્ય નમસ્‍કાર કાર્યક્રમનું આયોજન

vartmanpravah

ચીખલી પોલીસે ઓવરબ્રિજ પાસેથી રૂા.37 લાખનો વિદેશી દારૂના જથ્‍થા સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

vartmanpravah

વાપીમાં બે દિવસીય સામુહિક સફાઈનું અભિયાન નગરપાલિકા દ્વારા હાથ ધરાયું

vartmanpravah

અખિલ ભારતીય ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્‍પર્ધામાં દીવ સાઉદવાડીનો વિજ્ઞેશ ચાવડાએ દ્વિતીય ક્રમે રહેતા પરિવારમાં ખુશી

vartmanpravah

Leave a Comment