October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

સંઘપ્રદેશમાં સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડના ગઠન બાદ ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા અને ગતિશીલતા આવવાની સાથે સગાંવાદ તથા ભ્રષ્‍ટાચાર ઉપર લાગેલી રોક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આવતી કાલ તા.31મી ઓક્‍ટોબરના રોજ સાંજે 4 વાગ્‍યે પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ગઠિત સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા કરવામાં આવેલ ભરતી પ્રક્રિયામાં સફળ થયેલા ઉમેદવારોને આવતી કાલે એપોઈન્‍ટમેન્‍ટ લેટરનું પણ વિતરણ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસનમાં થતી તમામ ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા અને ગતિશીલતા લાવી મેરિટના ધોરણે ઉમેદવારોની નિમણૂક માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડનું ગઠન કરવાનો મહત્‍વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્‍યો હતો. જેના ફળસ્‍વરૂપ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલી તમામ ભરતીઓમાં સગાંવાદ કે ભ્રષ્‍ટાચારના ગંભીર સંગીન આરોપો લાગ્‍યાનથી.

Related posts

નવસારી વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે સભા સ્‍થળે 1 કિમીથી વધુ લંબાઈની બે વીજલાઈન નંખાઈ

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલમાં દીપોત્‍સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન

vartmanpravah

વાપી ડેપોની મહિલા કન્‍ડકટરે ઈમાનદારીની મિશાલ જગાવી

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

વલસાડ એસ.ટી. બસ ડેપોનું કામ છ વર્ષથી મંદગતિથી ચાલતું હોવાથી મુસાફરો પરેશાન

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

Leave a Comment