June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડમાં એક જ સ્‍થળે છેલ્લા ત્રણ દિવસથી લાગતી ભેદી આગ : લોકો ભયભીત

ધોબી તળાવ નજીક કચરાના ઢગોમાં રોજ આગ લાગી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વલસાડમાં ધોબી તળાવ વિસ્‍તારમાં છેલ્લા ત્રણ દિવસથી ભેદી આગ લાગી રહી છે. કચરાના ઢગલાઓમાં કોણ રોજે રોજ આગ લગાડી જાય તેનો જવાબ મળ્‍યો નથી પરંતુ સતત આગ લાગવાની ઘટનાને લઈ આજુબાજુમાં ભયનો ઓથાર પથરાયેલો જોવા મળે છે.
વલસાડ ધોબી તળાવ પાસે એક જગ્‍યાએ મોટા મોટા કચરાના ઢગ ખડકાયેલા છે. સ્‍થાનિકોજણાવી રહ્યા છે કે, પાલિકા અહીંથી માત્ર 20 ટકા જેટલો જ કચરો ઉપાડે છે. પરિણામે ઢગલા બેવડાતા જાય છે. છેલ્લા ત્રણ દિવસથી આ ઢગલાઓમાં આગ લાગે છે. ફાયર વિભાગ દોડાદોડી કરી આગ તો બુઝાવે છે પરંતુ ઢગલાઓ વચ્‍ચે આવેલી વીજ ડીપીઓ ક્‍યારેક મોટી હોનારત સર્જી શકે એમ છે તેવી સ્‍થાનિકોમાં દહેશત પ્રવર્તિ રહી છે.

Related posts

વલસાડના સરકારી પુસ્‍તકાલય ખાતે પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશની પૂર્વ પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોએ ઉત્‍સાહ અને ધામધૂમથી ગણેશોત્‍સવની કરેલી ઉજવણી

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલા સંઘપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલા ઉચ્‍ચ સ્‍તરીય પ્રયાસો

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠક માટે ભાજપે જારી કર્યો સંકલ્‍પ પત્ર

vartmanpravah

નવસારી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment