સવારે 7 વાગ્યે મોટી દમણના ન્યુ લાઈટ હાઉસ બીચથી થનારો પ્રારંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આવતી કાલે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં આયોજીત એકતા માટે દોડ અભિયાન (રન ફોર યુનિટી કેમ્પેઈન)નો આરંભ સવારે 7 વાગ્યે ન્યુ લાઈટ હાઉસ બીચ મોટી દમણથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના મુખ્ય અતિથિ પદે કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવના દિશા-નિર્દેશ હેઠળ ડેપ્યુટી કલેક્ટર શ્રી મોહિત મિશ્રા દ્વારા દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકા, ઉદ્યોગ સમૂહ, હોટલ ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ સહિત જિલ્લાના તમામ નાગરિકોને જોડી એકતા માટે દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.