(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.10: એશિયાનું અને ગુજરાતની શાન ગણાતા એવા સિંહોના સવર્ધન અને જાગૃતા માટે ૧૦મી ઓગષ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવાય છે. એક સમયે ગીર પંથક વિસ્તારમાં જ દેખાતા સિહ જે હવે પોતાનો વિસ્તાર વધારી ને સોરાષ્ટ્રના 30,000 ચોરસ કિમીમાં દેખાતા થયા છે. ભારત સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સિંહોને બચાવવા માટે વન્યજીવ ૧૯૭૨ ની અંદર સિંહને આરક્ષિત જાહેર કરવામાં આવ્યા હતા. જેના પરિણામે સહીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે
દક્ષિણ ગુજરાત સહિતનાં વિસ્તારોમાં પણ સિંહો જોવા મળતા હતા પરંતુ ધીરે ધીરે સિંહો ગીર પુરતા સિમિત થઈ ગયા છે . એક સમયે ગીરમાં માત્ર ર૦ જ સિંહો બચ્યા હતા ત્યારે સિંહોનાં શિકાર પર પ્રતિબંધ મુકયો હતો. બાદમાં ગીરમાં ધીરે ધીરે સિંહોની સંખ્યા સતત વધતી રહી છે. સિંહોએ સૌરાષ્ટ્ર – ગુજરાતની શાન છે. હાલ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સિંહોનો વસવાટ છે અને છેલ્લે ર૦ર૦ માં સિહોની ગણતરી કરતાં ૭૦૦ સિંહોની વસતી જોવા મળી છે .
‘વિશ્વ સિંહ દિવસ’ની શરુઆત ગુજરાતમાં ગીર અભ્યારણ ખાતે ૨૦૧૬ માં કરવામાં આવી હતી . શરૂઆત માત્ર સૌરાષ્ટ્ર પાંચ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર, ધારી, બોટાદ જેવા વિસ્તાર ઉજવણી થતી હતી. આ વર્ષે પ્રથમ વખત ગુજરાત અન્ય જિલ્લાઓમાં પણ આ વર્ષે સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત તથા સાસણ વન વિભાગ દ્વારા અન્ય જિલ્લાઓ પણ વિશ્વ સિંહ દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે .
નવસારી જિલ્લામાં પણ વિશ્વ સિંહ દિવસ નવસારી શહેરની સર.સી.એન.ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ નવસારી વિભાગ ના શૈલેષભાઈ પટેલ, કૌશલ્ય પટેલ, ચિંતન મહેતા, સાગર પટેલ તેમજ દિવ્યેશ આહિર હાજર રહી બાળકો સિહોના નેચર પ્રત્યે તથા સાપો વિશે માહિતીઓ આપી હતી. ચિંતન મહેતા ધ્વારા ગર્વ સમા સિંહો ઉપર વક્તવ્ય અને સમજ આપી હતી. શાળાના ૪૦૦ વિદ્યાર્થી ભાઈ તથા બહેનો ગુજરાત રાજય સરકાર સાસણગીર વિભાગના માસ્ક તેમજ વિડિઓ સંદેશો પણ બતાવવામાં આવ્યો હતો જ્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકા આલીપોર શાળા ખાતે વાઈલ્ડ વેલફેર ફાઉન્ડેશન નવસારી સભ્ય હિમલ મહેતા સિંહો તથા અન્ય વન્યજીવો વિશે આપી હતી તેમજ સ્વયંસેવકો ધ્વારા આલીપોર હાઈસ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસ ઉજવણી તેમજ સિંહો માસ્ક વિતરણ શાળા ૩૫૦ બાળકો આપવામાં આવ્યા હતા
નવસારીના ગણદેવી તાલુકા ખાતે વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશન નવસારીના ભાવેશ રાઠોડ તથા સ્વયંસેવકો દ્વારા ઓરિયા મોરિયા સ્કૂલ બીલીમોરા ૫૦૦ વિદ્યાર્થીઓ, આંતલીયા વાણિયા મિલ શાળાના ૪૦૦ વિદ્યાર્થીઓ, અષ્પી હાઇસ્કૂલ ૪૦૦ વિદ્યાર્થીઓ સિંહો વિશે જનજાગૃતિ લાવવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત તમામ વિદ્યાર્થીઓ સિંહો જતન સંવર્ધન માટે પ્રતિજ્ઞાઓ પણ લેવડાવવામાં આવી હતી.