June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: વલસાડ જિલ્લાના પ્રવાસન સ્‍થળોના વિકાસસંદર્ભે તા.31-05-23ના રોજ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને કલેક્‍ટર કચેરી ખાતે જિલા પ્રવાસન સમિતિની બેઠક યોજાશે. જેમાં પ્રવાસન સ્‍થળોના વિકાસ અંતર્ગત તિથલ દરિયા કિનારના, પારનેરા ડુંગર, વિલ્‍સન હિલ પ્રોજેક્‍ટ સંચાલન/નિભાવણી અને જિલ્લાના અન્‍ય પ્રવાસન સ્‍થળોના વિકાસ માટે આવેલે રજૂઆતો અંતર્ગત કામોના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં તિથલ દરિયા કિનારે ફલોરિંગના કામો બાબતે માર્ગ મકાન (સ્‍ટેટ)ના કર્યપાલક ઈજનેર સાથે, પારનેરા ડુંગરના વિકાસના કામો બાબતે ટેન્‍ડરિંગની પ્રક્રિયા શરૂ કરવા બાબતે નાયબ વન સંરક્ષક ઉતર સાથે ચર્ચાઓ કરાઈ હતી. તેમજ વિલસન હિલ ખાતે બચત ગ્રાન્‍ટમાંથી વધુ વિકાસના કાર્યો કરવા બાબતે સૂચનો આપવામાં આવ્‍યા હતા અને જિલ્લામાં ફોટોગ્રાફી સ્‍પર્ધાના આયોજન સંદર્ભે પણ ચર્ચાઓ કરાઈ હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, ઉમરગામ ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી એ.આર. જહા, ઉત્તર વન વિભાગના વન સંરક્ષક નિશા રાજ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

સેલવાસમાં જિલ્લા કલેક્‍ટરની ઉપસ્‍થિતિમાં ‘‘આયુષ્‍યમાન ભવઃ” અભિયાનની કરાયેલી શરૂઆત

vartmanpravah

આંબાપાકમાં ઘનિષ્ટ વાવેતર કે અતિ ઘનિષ્ટ વાવેતર કરી કેરી ઉત્‍પાદનમાં વધારો મેળવો

vartmanpravah

દેશ સહિત દાનહમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે કોંગ્રેસનો જનાધારઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોદી@20 પુસ્‍તકની ગુજરાતી આવૃત્તિનું કરેલું વિમોચન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોનો કરાવેલો શુભારંભ:  સેલવાસની શાખાને પણ મળેલું સ્થાન

vartmanpravah

Leave a Comment