October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશની પૂર્વ પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોએ ઉત્‍સાહ અને ધામધૂમથી ગણેશોત્‍સવની કરેલી ઉજવણી

વૃક્ષના પાન અને ઘઉંના લોટ દ્વારા ભગવાન શ્રી ગણેશની બનાવવામાં આવેલી મૂર્તિ : બાળકોએ મનમુકીને લીધેલો આનંદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પૂર્વ પ્રાથમિક વિભાગમાં નાના બાળકોએ ખૂબ જ ઉત્‍સાહ અને ધામધૂમથી પૂર્વ પ્રાથમિક વર્ગોમાં ગણેશ ઉત્‍સવનું આયોજન કર્યું હતું. વર્ગખંડમાં ગણેશ મહોત્‍સવના આયોગન અંગે ઈસીસીઈ સંયોજક શ્રી રવિન્‍દ્ર દાન દ્વારા રિસોર્સ પર્સન અને તમામ પૂર્વ પ્રાથમિક શિક્ષકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. રિસોર્સ પર્સન દ્વારા શનિવારે ઓનલાઈન મીટીંગનું આયોજન કરીને ગણેશ ઉત્‍સવની તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતે શિક્ષકોને યોગ્‍ય સૂચનાઓ આપવામાં આવી હતી. ગણેશ ઉત્‍સવના એક દિવસ પહેલા, પૂર્વ પ્રાથમિક શિક્ષકો અને ઈસીસીઈ રિસોર્સ પર્સને ગણેશ ઉત્‍સવની તૈયારીઓ કરી હતી. ત્‍યારબાદ સમગ્ર સંઘપ્રદેશના પૂર્વ પ્રાથમિક વર્ગોમાં ઉત્‍સાહ સાથે ગણેશ ઉત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ભગવાન શ્રી ગણેશની આરતી સાથે ઉત્‍સવની શરૂઆત કરાઈ હતી. ગણેશ, કાર્તિકય, શિવ અને પાર્વતીની વેશભૂષામાં સુંદર પોશાક પહેરી નાનાબાળકોએ બાળસહજ ભાવના સાથે ગણેશ ઉત્‍સવમાં ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. કેટલીક છોકરીઓએ સરસ્‍વતી, લક્ષ્મી અને પાર્વતીનું રૂપ ધારણ કર્યું હતું અને કેટલાક છોકરાઓએ બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશના રૂપમાં ગણેશ ઉત્‍સવમાં ભાગ લીધો હતો. ભગવાન ગણેશે શિવ-પાર્વતીની પરિક્રમા કરીને સમગ્ર પૃથ્‍વીની પરિક્રમા પૂર્ણ કરી હતી. વર્ગખંડમાં બાળ નાટક અને ગણેશ નૃત્‍યનો ભવ્‍ય કાર્યક્રમ યોજાયો હતો. નાના બાળકો દ્વારા ભગવાન ગણેશનું પાણીમાં વિસર્જન કરવામાં આવ્‍યું હતું. આ તમામ ઉપરાંત સર્જનાત્‍મક કલા પ્રવૃત્તિ અંતર્ગત વૃક્ષના પાન અને ઘઉંના લોટ દ્વારા ભગવાન શ્રી ગણેશની મૂર્તિ બનાવવામાં આવી હતી અને અંતમાં ગણેશ મૂર્તિના ચિત્રકામનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નાના બાળકોએ રંગો પુરીને તેમની રંગબેરંગી કલ્‍પનાઓથી ભગવાન શ્રી ગણેશની રચના કરી હતી.

Related posts

સેલવાસ પંચાયત માર્કેટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી સ્‍વાધ્‍યાય મંડળ નવયુવક મિત્ર મંડળ બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર

vartmanpravah

દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી શરૂ કરાવેલી પ્રિ-મોન્‍સુન કામગીરી

vartmanpravah

વીએચપી કાર્યકરોએ વલસાડ જિલ્લા કલેક્‍ટરની શુભેચ્‍છા મુલાકાત લીધી

vartmanpravah

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

vartmanpravah

નાની દમણના રાજીવ ગાંધી સેતૂની બાજુમાં આવેલ ખુલ્લી જગ્‍યામાં ચગાવાતા પતંગોથી પ્રાણઘાતક અકસ્‍માતો સર્જાવાની ભીતિ

vartmanpravah

Leave a Comment