September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘ફિટ ઈન્‍ડિયા ફ્રીડમ રન 3.0’નું કરાયેલું સફળ આયોજન

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.31: દેશની આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ઉજવાઈ રહેલા રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્‍મ જયંતિના અવસરે દીવ જિલ્લા પ્રશાસન દ્વારા પર્યટન વિભાગ અને સ્‍પોર્ટ્‍સ વિભાગના સહયોગથી આજે તા.31મી ઓક્‍ટોબરના રોજ ‘ફિટ ઈન્‍ડિયા ફ્રીડમ રન 3.0’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ અને સભ્‍યો તથા આમજનતાએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
અત્રે યાદ રહે કે, તા.31મી ઓક્‍ટોબરે આ દોડમાં ભાગ લેવા માટે તમામ સહભાગીઓ સવારે 6:30 વાગ્‍યે આઈ.એન.એસ. ખુકરી વેસલની પાસે એકત્ર થયા હતા. ત્‍યારબાદ ઉપ કલેક્‍ટર ડો. વિવેક કુમારે રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉદ્દેશ્‍યને રેખાંકિત કરતા આઝાદી મળ્‍યા બાદ દેશી રજવાડાંઓના વિલયમાં સરદાર વલ્લભભાઈ પટેલની સરાહનીય ભૂમિકા પર પ્રકાશ પાડયો હતો અને વિવિધતામાં એકતાનો સંદેશ સમજાવ્‍યો હતો.
આ ઉપરાંત કલેક્‍ટર શ્રી ફરમન બ્રહ્મા, ઉપ કલેક્‍ટર ડો. વિવેક કુમાર, મામલતદાર શ્રી ધર્મેશ દમણિયા, લેખા ઉપ-નિર્દેશક શ્રી મનોજકામલિયા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર.કે.સિંહ, અધિક્ષક શ્રી ડી.બી.આહીર, જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારી શ્રી પિયુષ મારૂ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમ્રતાબેન બામણિયા, ઉપ વન સંરક્ષકશ્રી તથા ગ્રામ પંચાયતના સરપંચો અને દીવ નગરપાલિકાના સભ્‍યો અને પ્રશાસનના અધિકારીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની તસવીર સમક્ષ પુષ્‍પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ત્‍યારબાદ કલેક્‍ટર શ્રી ફરમન બ્રહ્મા દ્વારા ઉપસ્‍થિત સહભાગીઓને રાષ્‍ટ્રીય એકતાના શપથ લેવડાવ્‍યા હતા અને વંદે માતરમના જયઘોષ સાથે કલેક્‍ટર દ્વારા ઝંડી બતાવીને ‘‘ફિટ ઈન્‍ડિયા રન 3.0”ની શરૂઆત કરાવી હતી. આ રન આઈએનએસ ખુકરી વેસલથી શરૂ થઈને દીવ બસ સ્‍ટેન્‍ડ તથા બેઓટલી વિજય પથ થઈને આઈએનએસ ખુકરી મેમોરિયલ સુધી ગઈ હતી. દરમિયાન સહભાગીઓના આઈએનએસ ખુકરી મેમોરિયલ પહોંચ્‍યા બાદ ‘રન ફોર યુનિટી’ દરમિયાન સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન કરનારા સહભાગીઓને કલેક્‍ટર શ્રી ફરમન બ્રહ્મા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અમ્રતાબેન બામણિયા અને ઉપ કલેક્‍ટર ડો. વિવેક કુમાર દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્‍માનતિ કરવામાં આવ્‍યા હતા અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Related posts

આજે વલસાડમાં ભાજપ દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠક યોજાશે : ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

ધરમપુર વિલ્‍સન હિલ નજીક ડીકમ્‍પોઝ હાલતમાં મળેલી યુવતીની લાશ પ્રકરણમાં હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં કોવિડ-19 વેક્‍સિનેશન થયું

vartmanpravah

રમાઈ મહિલા બ્રિગેડ અને સમ્રાટ અશોક સંગઠનના ઉપક્રમે દમણમાં આંબેડકરવાદી સમાજનો જયઘોષઃ શિક્ષણ સંગઠન સાથે સ્‍વરોજગાર ઉપર જોર

vartmanpravah

એક એવું પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કે, જ્‍યાં ગાંધીજીના ગ્રામ સ્‍વરાજનું સ્‍વપ્‍ન સાકાર કરવા અધિકારી- કર્મીઓ આપે છે પરીક્ષા

vartmanpravah

ધરમપુરનું એક એવુ સખી મંડળ કે જેની બહેનોએ આર્થિક સહાયથી ગૃહ ઉદ્યોગ નહી પરંતુ પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા

vartmanpravah

Leave a Comment