Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ સબ ડિવિઝનની ટીમે સુદૂર ગામ કૌંચા અને દપાડાની મહિલા મંડળોની લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશની મહિલાઓને ગૃહ ઉદ્યોગ સાથે જોડાઈ આત્‍મનિર્ભર બનાવવા માટે મહત્‍વનું અભિયાન શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગતઆજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ ખાનવેલ સબ ડિવિઝનની ટીમે મહિલા મંડળોની મુલાકાત લીધી હતી. આ અભિયાન દાનહના સુદૂર ગામ કૌંચા, દપાડા અને ચીચપાડા સુધી પહોંચી ચુક્‍યુ છે.
પ્રદેશના આદિવાસી વિસ્‍તારમાં મહિલાઓને મશરૂમની ખેતી કરવા પ્રેરણા અને સહયોગ આપવામાં આવી રહ્યો છે જેનું આજે સકારાત્‍મક પરિણામ જોવા મળી રહ્યું છે. આજની મુલાકાતમાં મશરૂમ ઉત્‍પાદન અને તેનું વેચાણ વધારવા માટે વિવિધ રણનીતિ બાબતે મંડળની મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. એની સાથે મીણબત્તી બનાવવા, સ્‍ટાર બનાવવા, પાપડ અને અથાણું બનાવવા જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં મહિલાઓને કુશળ બનાવી સ્‍વયં સહાયતા સમૂહને વધુ મજબૂત કરવા માટે અંતિમ રૂપ આપવામાં આવ્‍યું છે.
મુલાકાતનું સમાપન પ્રદેશના અંતરિયાળ ગામ કરચૌડ પંચાયતના ઉરમાથા ગામમાં કરવામાં આવી હતી. ઉપરાંત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત પાકા મકાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું અને અધિકારીઓ, જન પ્રતિનિધિઓ સાથે ગામમાં દરેક સરકારી યોજનાઓને ઝડપથી સુનિヘતિ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ દરમિયાન કલેક્‍ટર શ્રી ગૌરવ રાજાવત, જિલ્લા પંચાયતનાસી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્મા, દાનહ જિ.પ. પ્રમુખ શ્રીમતી નિશા ભવર, ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર સહિત જનપ્રતિનિધિ અને અધિકારીગણો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રોહિણાના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા સ્‍થળની વિઝિટ લીધી

vartmanpravah

ધરમપુરમાં જી.એસ.ટી અધિકારી બની આવેલો ઠગ વેપારીઓની સતર્કતાથી જેલમાં ધકેલાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી

vartmanpravah

વલસાડના પ્રભારી અને રાજ્‍યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

vartmanpravah

Leave a Comment