ગત તા.17 ફેબ્રુઆરીએ પંગરબારી જવાના માર્ગ ઉપર 25-30 વર્ષના જીન્સ અને લાલ ટોપ પહેરેલી યુવતીની લાશ મળી હતી
(વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23
ધરમપુર ટુરિસ્ટ સ્પોર્ટ્સ વિલ્સન હિલ નજીક પંગારબારી જવાના માર્ગ નજીક જંગલના વિરાન જગ્યામાં આશરે 25 થી 30 વર્ષની ઉંમર ધરાવતી જીન્સ અને ટોપ તથા સેન્ડલ પહેરેલી યુવતીની ગત તા.10 ફેબ્રુઆરીના રોજ ડીકમ્પોઝ થયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ઘટનાના છ દિવસ વિતી ગયા પણ હજુ સુધી રહસ્યમય મળેલી યુવતીની લાશનો ભેદ ખુલ્યો નથી. જેમાં બન્યું એવું હતું કે, ધરમપુરના પ્રભાકર યાદવે યુવતીની લાશ જોઈ હતી. તેમણે ધરમપુર પી.એસ.આઈ. આર.કે. પ્રજાપતિને જાણ કરી હતી. પોલીસે લાશનો કબજો લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં પી.એમ. માટે મોકલી અપાઈ હતી. પેનલ ડોક્ટરના રિપોર્ટ મળેલ કે યુવતિનું ગળુ દબાણી હત્યા થઈ છે તેથી ધરમપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે મૃતક મહિલાની હજુ સુધી ઓળખ થઈ નથી જે પોલીસ માટે પણ પડકારરૂપ છે. શ્યામ વર્ણીય મૃતક યુવતિએ લાલ રંગનું ડિઝાઈન યુક્ત ટોપ અને ગ્રે કલરનું પેન્ટ તેમજ બ્લુ સેન્ડલ પહેરેલા હતા. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વિલ્સનહિલ ટુરિસ્ટ સ્પોર્ટ્સ હોવાથી અનેક સહેલાણીઓ ફરવા આવે છે તે સમયે ઘટનાને અંજામ અપાયેલો છે.