Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વિધાનસભા ભાજપના ઉમેદવાર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન

બિહાર પ્રદેશ ભાજપ મહામંત્રી સંજીવ ચોરસીયા તેમજ મુંબઈ પાર્લાના ધારાસભ્‍ય પ્રકાશ અલવણીના હસ્‍તે કાર્યાલયનો શુભારંભ કરાયો

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: પારડી વિધાનસભા ભાજપના ઉમેદવાર નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વાપી મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્‌ઘાટન સમારોહ હોટલ પેપીલોન ને.હા.નં.48 વાપી ખાતે યોજાયો હતો. ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં ખાસ વિશેષ અતિથિ તરીકે બિહાર પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી અને ધારાસભ્‍યશ્રી સંજય ચોરસીયા તેમજ મુંબઈ પાર્લાના ધારાસભ્‍ય પ્રવાસી વિસ્‍તારક જિલ્લા ઈન્‍ચાર્જ શ્રી પરાગ અવલણી ઉપસ્‍થિત રહ્યા હતા.
મધ્‍યસ્‍થ કાર્યાલય વાપીઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્‍થિત બિહાર સંગઠન મહામંત્રી ધારાસભ્‍ય સંજય ચોરસીયાએ તેમના વેદક પ્રવચનમાં વડોદરાની સભામાં કોંગ્રેસ નેતા દિગ્‍વિજયસિંહે ભાજપ ઉપર કરેલા પ્રહારો કે ગુજરાતમાં કરપ્‍શન, ક્રાઈમમાં વિકાસ તેમજ ડ્રગ્‍સ ગેટવે, મોદી રાવણ જેવો અહંમ 20 વગેરે આક્ષેપોના સણસણતા જવાબો આપ્‍યા હતા. તેમજ રાહુલ, દિગ્‍વિજયસિંહ ઉપર પ્રતિ આક્ષેપ કર્યા હતા. જેવા કર્મ તેવો ધર્મ ત્રીપલ સી કોંગ્રેસનો ધર્મ છે, કોંગ્રેસ- કરપ્‍શન-ક્રાઈમ ચાલતી રહેલી છે. ભાજપની સરકારમાં બટન દબાવો કરોડો રૂપિયા બેન્‍ક એકાઉન્‍ટમાં જમા થઈ જાય છે. વિકાસ એજન્‍ડા પર ભાજપ કામગીરી કરી રહેલ છે.
મધ્‍યસ્‍થ કાર્યાલય ઉદ્‌ઘાટન પ્રસંગમાં આમ આદમી પાર્ટી પારડીના પ્રમુખ વિજય શાહે પાસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેરી લીધો હતો તે સાથે જ તેમના આપના 300 કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું હતું કે, હું સ્‍વગૃહે પરત ફર્યો છું, જ્‍યાં રામ નહિ ત્‍યાં કંઈ નહીં, રામના નથી તે કોઈના નથી. ઉલ્લેખનીય છે કે, બિહાર મુંબઈથી આવેલા અતિથિઓમાં ઉમરગામમાં ધારાસભ્‍ય રમણલાલ પાટકરના કાર્યાલયનું પણ ઉદ્‌ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના વિશાળ સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીમાં બે કલાકમાં ખાબકેલો પાંચ ઈંચ વરસાદઃ તાલુકાના અનેક માર્ગો પર પાણી ફરી વળ્‍યા

vartmanpravah

લ્‍યો કરો વાત..! રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના નિર્વાણ દિને પણ સેલવાસના સચદેવ બાલ ઉદ્યાનમાં ધૂળ ખાઈ રહેલી પ્રતિમા

vartmanpravah

દાનહના સામરવરણીમાં રહેતા વેપારીનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

મચ્‍છી વિક્રેતાઓના ધંધામાં પણ થઈ રહેલો વધારો: વાપીથી સુરત વચ્‍ચેની દક્ષિણ ગુજરાતની એકમાત્ર ભવ્‍ય અને અદ્યતન મચ્‍છી માર્કેટ એટલે દમણની મચ્‍છી માર્કેટઃ પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

vartmanpravah

વાપી પાલિકા વોર્ડ નં.10 સુલપડમાં પાણી સમસ્‍યા ઉકેલવા લોકોએ પાલિકા પાસે લીધેલી લેખિત બાહેંધરી

vartmanpravah

Leave a Comment