September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આપ પીચબનાવે તે પહેલાં જમીન સરકીઃ માજી ધારાસભ્‍ય ઈશ્વર પટેલ અને પારડી આપના પ્રમુખ વિજય શાહના રાજીનામા

વિજય શાહ ભાજપમાં જોડાયા તથા ઈશ્વર પટેલે બિરસા મુંડા સમિતિ ઉપપ્રમુખે પણ ‘આપ’માંથી રાજીનામું આપી દીધું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર રાજકીય પક્ષો દ્વારા દબદબા પૂર્વક ચાલું થઈ ગયો છે. તે મધ્‍યે આમ આદમી પાર્ટીમાં ગાબડા પડવાનો પ્રારંભ થઈ ગયો છે. આપ માંડ માંડ જિલ્લામાં પીચ બનાવે તે પહેલાં જમીન સરકી ગઈ હોવાની નોંધપાત્ર રાજકીય ઘટનાઓ ગતરોજ ઘટી હતી. માજી ધારાસભ્‍ય અને બિરસા મુંડા સમિતિના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ પટેલે આપ સાથે છેડો ફાડી લઈને રાજીનામું ધરી દીધું છે, તો પારડી આપના પ્રમુખ વિજય શાહ આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે, આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો છે.
આમ આદમી પાર્ટી જિલ્લામાં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડી રહી છે.ત્‍યારે જેમ તેમ કરી ઉમેદવારોની શોધખોળ પુરી કરી હતી. ટિકિટ ફાળવણીમાં વિવાદો સર્જાયા હતા. તેવો મોટો વ્‍વિાદ પારડી બેઠક માટે સર્જાયો છે. આ બેઠક માટે વાપી-પારડીથી ત્રણ દાવેદારી થઈ હતી. વાપીના ડો. રાજીવ પાંડે, પારડીના વિજય શાહ અને સંજયભાઈનો સમાવેશ થાય છે. ત્રણને પ્રમુખે વિશ્વાસમાંલીધા હતા. અંતે ટિકિટ બલીઠાના યુવાનને આપી દેતા આ બેઠક માટે આપમાં મોટી તિરાડ પડી અને ટપોટપ રાજીનામા પડયા હતા તે પૈકી આપ પારડી શહેર પ્રમુખ વિજયભાઈ શાહ તો શુક્રવારે સાંજે ભાજપના વાપી કાર્યાલય ઉદ્‌ઘાટનમાં ભાજપમાં જોડાઈને કેસરી ખેસ પહેરી લીધો હતો.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah

વલસાડમાં ભર બજારમાં બે કાર ચાલકોની રેસમાં બાઈક ચાલક દંપતિઅડફેટે ચઢયું

vartmanpravah

રેલવેના રૂા.4.97 કરોડ બાકી ખેંચાતા વાપી નોટિફાઈડે રેલવેનું પાણી જોડાણ કાપ્‍યું

vartmanpravah

દાનહમાં 08 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : કોરોનાના કેસોમાં વધારો થતા આરોગ્‍ય વિભાગ અને પ્રશાસનની ટીમ સતર્ક

vartmanpravah

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

vartmanpravah

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત હિન્‍દી વક્‍તવ્‍ય સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment