January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના બાલદા ખાતેથી મળેલ ડી કમ્‍પોઝ લાશનો ભેદ ઉકેલાયો

મુંબઈ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં મેકઅપ આર્ટિસ્‍ટનૈના મહંત હોવાની થઈ ઓળખ:
પોતાના પ્રેમીએ જ કરી હતી હત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડીના બાલદા જીઆઈડીસી બુલેટ ટ્રેનના બ્રિજની બાજુમાં પાર નદી કિનારે તારીખ 12.8. 2023 ના રોજ ડિ કમ્‍પોઝ હાલતમાં 25 થી 30 વર્ષીય એકસ્ત્રીની લાશ મળી આવી હતી.
પારડી પોલીસે લાશનો કબજો લઈ ફોરેન્‍સિક પીએમ કરાવ્‍યા છતાં શરીરએ કોઈ ઈજાના નિશાન મળી ન આવતા. આ મામલો પેચીદો બન્‍યો હતો પરંતુ આ કેસની તપાસ કરનાર પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. એ. ડી. ડોડીયાએ વિશેરા રિપોર્ટ કરાવી અને શરીર પરના છૂંદણા તથા ગળામાં પહેરેલ ચેઈન, લોકેટ અને ન્‍યૂઝમાં આ અંગેના સમાચાર દ્વારા આ કેસના અંત સુધી પહોંચવાનો પ્રયત્‍ન ચાલુ રાખતા આ કેસનું પગેરૂ મુંબઈ સુધી લંબાયું હતું.
જે તે સમયે મુંબઈના વસઈ નાયગાંવ ખાતે રહેતી જયાબેન નામની મહિલાએ પોતાની બહેન નૈના મહંત ગુમ થયાની ફરિયાદ નાયગાવ પોલીસ સ્‍ટેશન નોંધાવી હતી.
જેને આધારે મુંબઈ પોલીસે તપાસ દરમિયાન નૈનાના ફલેટના બિલ્‍ડીંગના સીસીટીવી ચેક કરતા નૈનાનો પ્રેમી મનોહર શુક્‍લા એક મોટી બેગ લઈ નીકળતા નજરે ચડતા શંકાને આધારે મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી.
તપાસ દરમિયાન નૈનાના પ્રેમી મનહર શુક્‍લાએ 2018માં અન્‍યસ્ત્રીસાથે લગ્ન કરી લીધા હતા અને એક બાળકનો પિતા હોવા છતાં પણ તેણે પૂર્વ પ્રેમિકા નૈના સાથે પણ સંબંધ ચાલુ રાખ્‍યા હતા. આ બાબતે નૈના સાથે વારંવાર ફલેટમાં બંને વચ્‍ચે ઝઘડો થતા પરંતુ મોટી સૂટકેસ લઈ પોતાની પત્‍ની અને બાળક સાથે નીકળવા જતા સીસીટીવી કેમેરામાં કેદ થતા તેણે જેલમાં જવાનો વારો આવ્‍યો છે.
હજુ વિશેરાના રિપોર્ટ પણ આવવાનો બાકી હોય બાકીના તમામ પુરાવાઓ શોધવા પારડી અને મુંબઈ પોલીસ સંયુક્‍ત રીતે સાથે મળી આ ઓપરેશન પાર પાડશે.

Related posts

ચીખલીમાં સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલના સ્‍ટાફ ક્‍વાટર્સ જર્જરિત: તંત્ર દિવાલ પર માત્ર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે

vartmanpravah

વાપી હાઈવે શાકમાર્કેટ સામે રિક્ષા ચાલક યુવાનને ઝોંકુ આવી જતા રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ, એકનું મોત

vartmanpravah

પારડી પોલીસે 4.80 લાખના મુદ્દામાલ સાથે દારૂનોનો ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઝળહળતા સિતારા તરીકે ઉભરેલા અનંત પટેલ

vartmanpravah

લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment