January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતના 22 નગરોને કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની વિચારણાઃ જેમાં વાપીનો પણ સમાવેશ

મોરબી,બોટાદ, સુરેન્‍દ્રનગર, આણંદ, વાપી મળી 22 શહેરોનો કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની ચાલતી વિચારણા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી શહેરને આગામી સમયે મહાનગર પાલિકાનો દરજ્‍જો મળે તેવા સંકેતો સાંપડયા હતા. આગામી સમયે વાપીને મહાનગર પાલિકા એટલે કે કોર્પોરેશનનો દરજ્‍જો પ્રાપ્ત થશે.
ઘણા સમયથી વાપીને મહાનગર પાલિકા બનાવવાની ચર્ચાઓ ચાલતી હતી. જેમાં છરવાડા, બલીઠા, છીરી, રાતા, ચણોદ, નામધા, ચંડોર જેવા 12 ગામ મહાનગર પાલિકામાં સમાવિષ્‍ટ થઈ જશે. જો કે વાપી તો મહાનગર પાલિકાના દરજ્‍જામાં અગાઉ આવી શકે એમ હતી. પરંતુ સ્‍થાનિક રાજકારણીઓની ગરાસ લુંટાતી હોવાથી મહાનગર પાલિકાનો દરજ્‍જો મળવામાં રોડા નાખતા હતા. પરંતુ હવે સરકાર ત્રણ લાખથી વધુ વસ્‍તી ધરાવતા નગરો જેવા કે મરોલી, બોટાદ, સુરેન્‍દ્રનગર, આણંદ, ભરૂચ, વાપી જેવા 22 જેટલા નગરોને મહાનગર પાલિકામાં રૂપાંતરીત કરવાની વિચારણા હાથ ધરાઈ છે તેથી વાપી મહાનગર પાલિકાના દરજ્‍જામાં સમાવેશ થવાના ઉજળા સંકેતો મળી રહ્યા છે.

Related posts

વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વર સેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી

vartmanpravah

દાનહઃ નરોલી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધો.૧૦ બોર્ડમાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

સાયલી ગામના રસ્‍તાના અધુરા કામથી લોકો પરેશાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment